Advertisement

આણંદ પ્રદેશ મંત્રી આશાબેન નકુમના અધ્યક્ષસ્થાને 'શ્રી કમલમ' ખાતે મહિલા સંવાદ કાર્યક્રમ

આણંદ પ્રદેશ મંત્રી આશાબેન નકુમના અધ્યક્ષસ્થાને 'શ્રી કમલમ' ખાતે મહિલા સંવાદ કાર્યક્રમ

​આણંદ: આણંદ જિલ્લા ભાજપ સંગઠનના મહિલા મોરચા દ્વારા તાજેતરમાં નાવલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે બજેટ બેઠક અંતર્ગત 'મહિલા સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી આશાબેન નકુમ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરકારના બજેટમાં મહિલાઓ માટે થયેલી જોગવાઈઓ વિશે વિસ્તૃત સંવાદ કર્યો હતો.


​આ કાર્યક્રમમાં જિલ્લા સંયોજક શ્રી લાલસિંહ વડોદિયા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મયુરીબેન પટેલ, સંગઠન મહામંત્રી જગતભાઈ પટેલ અને વિપુલભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


​મહિલા મોરચાના મહામંત્રી રાખીબેન શાહ અને ક્રીનલબેન કા. પટેલ, તેમજ નીપાબેન પટેલ અને હાંસકુંવરબા રાજ સહિતની બહેનોએ કાર્યક્રમમાં જોડાઈને સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા કરી હતી.

Advertisement