આણંદ: આણંદ જિલ્લા ભાજપ સંગઠનના મહિલા મોરચા દ્વારા તાજેતરમાં નાવલી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે બજેટ બેઠક અંતર્ગત 'મહિલા સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી આશાબેન નકુમ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરકારના બજેટમાં મહિલાઓ માટે થયેલી જોગવાઈઓ વિશે વિસ્તૃત સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા સંયોજક શ્રી લાલસિંહ વડોદિયા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મયુરીબેન પટેલ, સંગઠન મહામંત્રી જગતભાઈ પટેલ અને વિપુલભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા મોરચાના મહામંત્રી રાખીબેન શાહ અને ક્રીનલબેન કા. પટેલ, તેમજ નીપાબેન પટેલ અને હાંસકુંવરબા રાજ સહિતની બહેનોએ કાર્યક્રમમાં જોડાઈને સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા કરી હતી.