Advertisement

આણંદમાં બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આતશબાજી સાથે શ્રીજીનું ભવ્ય આગમન

આણંદમાં બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આતશબાજી સાથે શ્રીજીનું ભવ્ય આગમન

આણંદમાં બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આતશબાજી સાથે શ્રીજીનું ભવ્ય આગમન

આણંદ જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા ગણેશ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સાથે-સાથે ગણેશજીની મૂર્તિઓનું આગમન પણ શરૂ થઈ ગયું છે. ત્યારે, આણંદના બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશજીની ભવ્યાતિભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી.

વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતેથી ઢોલ-નગારા, ડી.જે ના તાલ સાથે વાજતે ગાજતે નીકળેલી આ ગણેશજીની આગમન યાત્રા મોટા બજાર ચોકડી, ભાઈકાકા સ્ટેચ્યુ, એ.વી રોડ, બિગબજાર, 80ફુટ રોડ પર થઈને બ્લોકબસ્ટર ગ્રાઉન્ડ પહોંચી હતી.

Advertisement