Advertisement

2.60 કરોડના ખર્ચે આણંદમાં જોગણી માતા-ધોળાકુવા રોડ પ્રોજેક્ટ શરૂ

2.60 કરોડના ખર્ચે આણંદમાં જોગણી માતા-ધોળાકુવા રોડ પ્રોજેક્ટ શરૂ

આણંદ મનપામાં આવેલા જોગણી માતા મંદિરથી ધોળાકુવા સુધીનો 3 કિમીનો માર્ગ 7 વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો હતો.ત્યારે માર્ગ પર આવેલ 35 વધુ સોસાયટીના રહીશોને હાલાકીઓનો ભોગ બની રહ્યાં હતા. રહીશોની ફરિયાદોને પગલે કોન્ટ્રાકટરે માર્ગ નહીં બનાવતાં તંત્રએ રાજ્ય સરકારે મંજૂરી મળતાં નડિયાદના દવે કન્ટ્રકશનને કામગરી સોપવામાં આવી હતી. પરંતુ કામગીરી ન કરતાં બ્લેક લીસ્ટ જાહેર કરીને અન્ય કોન્ટ્રાકટરને નવેસરથી આરસીસી રોડ બનાવવા કોન્ટ્રાકટ આપ્યો છે. જેના ભાગરૂપે ટુંક સમયમાં રૂ 2.60 કરોડના ખર્ચે ચાર માસમાં માર્ગ તૈયાર કરી દેવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર બાકરોલ જોગણી માતા મંદિરથી બેકલેન્ડ બેકરી થઇને ધોળાકુવા પ્રાથમિક શાળા માર્ગ પર સતત 24 કલાક વાહનોની અવરજવર રહે છે. ત્યારે માર્ગ જિલ્લા પંચાયત પી ડબલ્યુ ડી હસ્તક આવેલા હોવાથી નડિયાદની દવે કન્ટ્રકશન એજન્સીને માર્ગ બનાવા કોન્ટ્રાકટ આપ્યો હતો. પરંતુ કોન્ટ્રાકટરે માર્ગ નહીં બનાવતા 7 વર્ષથી બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો હતો.

આખરે રહીશોએ હોબાળો મચાવતા ધારાસભ્ય સહિત ટીમોએ દોડી જઇને મામલો થાળે પાડયો હતો. આખરે રાજ્ય સરકારને ફરિયાદ કરાતાં નડિયાદના કોન્ટ્રાકટર બ્લેક લીસ્ટમાં મુકીને કોન્ટ્રાકટ રદ કરીને ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી. આ અંગે આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકારે મંજૂરી આપતાની સાથે 2.7 કિમીનો રૂ 2.60 કરોડના ખર્ચે નવા કોન્ટ્રાકટર થકી નવીનીકરણ કામગીરી શરૂ કરાઈ છે.

Advertisement