ગુજરાત ATSએ બેંગલુરુથી મહિલા આતંકીની ધરપકડ કરી
અમદાવાદઃ ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. આતંકી સંગઠન AQIS સાથે સંકળાયેલી મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આતંકીનું નામ સમા પરવીન હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે, કર્ણાટકના બેંગલુરુથી સમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહિલા આતંકી સોશિયલ મીડિયામાં ભ્રામક પ્રચાર કરતી હતી.