Advertisement

‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત આણંદ પોલીસની મોટી સફળતા, ₹5.98 લાખના મોબાઈલ માલિકોને પરત

‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત આણંદ પોલીસની મોટી સફળતા, ₹5.98 લાખના મોબાઈલ માલિકોને પરત

આણંદ રૂરલ પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી ₹5,98,640 કિંમતના વિવિધ કંપનીઓના ખોવાયેલા/ચોરી થયેલા મોબાઈલ ફોન તેમના સાચા માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.


આણંદ જિલ્લામાં છેલ્લા સમયગાળામાં ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ ફોન બાબતે પ્રાપ્ત થયેલી ફરિયાદોના આધારે આણંદ રૂરલ અને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેક્નિકલ તપાસ અને સતત મહેનત બાદ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી. તપાસ પૂર્ણ થયા બાદ કુલ ₹5.98 લાખ જેટલી કિંમતના મોબાઈલ ફોન તેમના હકદાર માલિકોને પરત આપવામાં આવ્યા.


મોબાઈલ પરત મળતા માલિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને તેમણે પોલીસની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીને પગલે DySP સાહેબ દ્વારા આણંદ રૂરલ તથા સાયબર ક્રાઇમ પોલીસ ટીમની કાર્યક્ષમતા, નિષ્ઠા અને ટેક્નિકલ કુશળતાને બિરદાવવામાં આવી હતી.


‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત આણંદ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ પ્રકારની કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને ગુમ થયેલા મોબાઈલ બાબતે ફરી આશાની કિરણ પ્રગટ થઈ છે.

Advertisement