Advertisement

હાડગુડમાં ગટર લાઇન પછી રસ્તા પૂરાયા નહીં, 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં

હાડગુડમાં ગટર લાઇન પછી રસ્તા પૂરાયા નહીં, 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં

હાડગુડમાં ગટર લાઇન પછી રસ્તા પૂરાયા નહીં, 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં

આણંદને અડીને આવેલા હાડગુડમાં શાન્તા સ્કૂલ વિસ્તારમાં ગટરલાઇનની કામગીરી કર્યા બાદ ખોદાયેલા ખાડાઓનું યોગ્ય પુરાણ કરાયું નથી. જેના કારણે આ વિસ્તારની ર૦થી વધુ સોસાયટીના રહિશોને સામાન્ય અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે. તેમાંયે ગતરોજ ખાબકેલા વરસાદના કારણે સ્થિતિ વધુ બદતર બની છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કામગીરી હાથ ધરીને સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

મળતી વિગતોમાં હાડગુડમાં શાન્તાબા સ્કુલ વિસ્તારમાં છેલ્લા પખવાડિયા અગાઉ ગટર લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારની ઇલોરા પાર્ક, પાયલ પાર્ક, રબારી વાસ, પંચામૃત પાર્ક, અમી પાર્ક, આરતી પાર્ક સહિત ર૦થી વધુ સોસાયટીઓને અવરજવરનો મુખ્ય એક માર્ગ છે. આ રસ્તા પર ખોદકામ કરીને ગટર લાઇનના ભૂંગળા નાંખવામાં આવ્યા છે. પરંતુ ત્યારબાદ રસ્તાનું યોગ્ય રીતે પુરાણ કે સમારકામ કરવામાં ન આવ્યું હોવાથી પારાવાર પરેશાની પડી રહ્યાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વધુમાં રહિશોએ જણાવ્યું હતું કે, સાવ બિસ્માર અને ચીકણા બનેલા માર્ગ પરથી ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન કાઢવું તો દૂરની વાત પણ પગપાળા પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. ઉપરાંત નંખાયેલ ગટર લાઇનમાંથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ રહ્યો નથી. આ સમસ્યાના કારણે ચોમાસામાં વધુ મુશ્કેલી ઉભી થવાની સંભાવના છે. આથી ગટર લાઇનની કરેલ કામગીરીની ચકાસણી કરવા સાથે તંત્ર દ્વારા બિસ્માર માર્ગને વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ થવા પામી છે.

Advertisement