Advertisement

હર્ષ સંઘવીના આદેશનો અમલ: આણંદ -ડાકોર, બોરસદ બસસેવાનો પ્રારંભ

હર્ષ સંઘવીના આદેશનો અમલ: આણંદ -ડાકોર, બોરસદ બસસેવાનો પ્રારંભ

હર્ષ સંઘવીના આદેશનો અમલ : આણંદ -ડાકોર, બોરસદ બસસેવાનો પ્રારંભ

આણંદના પ્રવાસ દરમિયાન મંગળવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બસ સ્ટેશનની આકસ્મિક  મુલાકાત લીધી હતી. દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રીએ સંવાદ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ પોતાને પડતી તકલીફો જણાવી કહ્યું હતુ કે ડાકોર અને બોરસદનો લોકલ રૂટ શરૂ કરવામાં આવે. બાદમાં હર્ષ સંઘવીએ બે રૂટ પર બસ સેવા શરૂ કરવા સૂચના આપી હતી. જેનો તાત્કાલિક અમલ થતાં બુધવારે આ બન્ને રૂટ શરૂ કરવામાં આવ્યાં હતા. ધારાસભ્ય યોગેશ પટેલે લીલીઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતુ.

નાયબ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓની રજૂઆત બાદ બોરસદ અને ડાકોરની વધારાની ટ્રીપ શરુ કરવા માટે આણંદ બસસ્ટેશન ઉપરથી જ ઉચ્ચ અધિકારી સાથે ફોન ઉપર વાત કરીને તાત્કાલિક અસરથી બોરસદ અને ડાકોરની બે બસ સેવા શરૂ કરવા સૂચના આપી હતી.  આ સૂચના બાદ બુધવારે આણંદ તથા બોરસદ એસ. ટી. ડેપો સંચાલિત નવીન  આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ શરૂ કરવામાં આવી છે. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને સ્થાનિક આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી નવીન રૂટની બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. 

ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની મુલાકાત થી તાત્કાલિક અસરથી નવી બસના રૂટ શરૂ કરવાથી વિદ્યાર્થીઓની માંગણી પૂરી થઈ છે અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં અનુકૂળ રહેશે. અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો એ નવા રૂટ શરૂ થવાથી ખુશી વ્યક્ત કરી હતી.

Advertisement