Advertisement

સ્વચ્છતા ઝુંબેશ માત્ર કાગળ પર: કરમસદ–આણંદ મનપા વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય

સ્વચ્છતા ઝુંબેશ માત્ર કાગળ પર: કરમસદ–આણંદ મનપા વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય

કરસમદ આણંદ મનપાના કમિશ્નર એક વર્ષ અગાઉ ચાર્જ સંભાળતાની સાથે સૌ પ્રથમ નગરજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે સ્વચ્છતા અભિયાન પ્રાધાન્ય આપીને ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જો કે એક વર્ષ પૂર્ણ થવા છતાં આણંદ શહેરની મધ્ય વિસ્તાર સિવાય કયાં સ્વચ્છતા જોવા મળતી નથી. સ્વચ્છતાની વાત છોડો મનપાએ કેટલાંક માર્ગો મુકેલી વર્ષોજૂની કચરા પેટીઓ છલછલો થઇને ઉભરાઇ રહી હોવા છતાં મનપા દ્વારા કચરો ઉઠવામાં આવતો નહીં હોવાથી ભારે દુર્ગધ મારે છે.ગંદકીના કારણે જે તે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઇ રહી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ આણંદ મનપા વિસ્તારમાં ચાર ગ્રામ્ય વિસ્તારો ઉમેરાયા છે. ત્યારે કેટલાંક માર્ગો અને સોસાયટીના નાકા પર વર્ષો જૂની કચરા પેટીઓ મુકવામાં આવી છે. પરંતુ કચરા પેટીઓ ઉભરાઇ હોવા છતાં મહિના સુધી ખાલી કરવામાં આવતી નથી. એક બાજુ મનપા શહેરના કચરાની રીસાયકલીંગની મોટી મોટી વાતો કરે છે. પરંતુ કચરો લઇ જાય તો રિસાયકલીંગ કરવો પડે તેવી મનોવૃતિ ધરાવતાં સેન્ટરી વિભાગના કર્માચરી દ્વારા કચરા પેટીમાંથી કચરો ઉઠવાનો સમય મળતો નથી.જેને લઇને કચરા પેટી પાસે ગંદકીનું સામ્રાજય 20 ફૂટ સુધી ફેલાયેલુ જોવા મળે છે.ભારે દુર્ગંધ મારે છે. તેમજ ગાયો કચરા પેટીની આસપાસ અડીંગો જમાવી દઇને પ્રતિબંધી પ્લાસ્ટીક આરોગતી હોય છે. જેને લઇને ગૌ પાલકોની લાગણી દુભાઇ છે.


ડસ્ટ અને કચરા મુકત શહેરની વાત માત્ર ચોપડે 

આણંદ,વિદ્યાનગર અને કરમસદમાં કેટલાંક માર્ગો પર વર્ષોજૂની કચરા પેટી મુકવામાં આવી છે. અંદાજે 20 વધુ કચરા પેટીઓ જુદા જુદા વિસ્તારમાં મુકવામાં આવી છે. કચરા પેટીને ઉઠાવીને ડમ્પીંગ સાઇડ પર લઇ જવા માટે સ્પેસીયલ ક્રેઇન ધરાવતી ટ્રક લાખો રૂપિયાના ખર્ચે વસવામાં આવી છે. તે પણ છેલ્લા છ માસ જોવા મળતી નથી. માત્ર મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે તેઓ જે રૂટ પરથી જવાના હોય ત્યાં સફાઇ કરીને સ્વચ્છતા દર્શન કરીને મનપા સંતોષ માનતું હોવનો આક્ષેપ કર્યો છે.આણંદ શહેરના મદદનીશ મત્સ્યોદ્યોગ અધિકારી ની કચેરી પાસે આવેલ કચરા પેટીનું છે.

Advertisement