Advertisement

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ: અતિ ભારે વરસાદના એંધાણ, અન્ય કયા-કયા જિલ્લાઓમાં ત્રાટકશે

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ: અતિ ભારે વરસાદના એંધાણ, અન્ય કયા-કયા જિલ્લાઓમાં ત્રાટકશે

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ: અતિ ભારે વરસાદના એંધાણ, અન્ય કયા-કયા જિલ્લાઓમાં ત્રાટકશે

રાજ્યમાં 3 કલાક માટે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 41થી 61 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દિવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, જામનગર, મોરબી, અમરેલીમાં જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. આ ઉપરાંત ભાવનગર, ગાંઘીનગર, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે..અને પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement