Advertisement

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય: ભેંસો સાબરમતીમાંથી સીધી દરિયામાં

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય: ભેંસો સાબરમતીમાંથી સીધી દરિયામાં

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય: ભેંસો સાબરમતીમાંથી સીધી દરિયામાં

પુર નિયંત્રણ કક્ષ અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યા મુજબ સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમથી મળેલ સૂચના મુજબ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં વધુ 1 લાખ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહેલ છે.

સતત બે દિવસથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગોલાણા બ્રિજ પાસે 32 ફૂટે પાણી વહી રહ્યું છે. તો વળી સાબરમતી નદીના પૂરમાં 50 જેટલીં ભેંસો તણાઇને દરિયામાં વહી ગઇ હોવાનો વિડિયો વાયરલ થયો છે

ખંભાતની સાબરમતી નદીમાં 50 જેટલી ભેંસો પાણીમાં તણાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં ભેંસો આગળથી તણાઇને આવી હતી સીધી દરિયામાં ખેંચાઇ ગઇ છે.

સાબરમતી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલમાં 1 લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે. જેમાં ક્રમશ વધારો કરવામાં આવશે.

જેથી આ અંગે નીચાણ વાળા ગામોને સાવધ રહેવા પૂર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળના નાયબ કાર્યપાલકી ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

તારાપુર તાલુકાના સંભવિત ગામો ગલીયાણા, રીંઝા ,ખડા, મિલરામપુરા, ચીતરવાડા, દુગારી, નભોઈ, મોટા કલોદરા, ફતેહપુર, પચેગામ અને કસબારા તથા ખંભાત તાલુકાના ગોલાણા અને પાંદડ ગામોને સાવધ રહેવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.હાલમાં નદીનું લેવલ સતત વધી રહ્યું હોવાથી નભોઈ અને રીંઝા સીમ વિસ્તારમાં પાણી ઘૂસવાનો ભય સતાવી રહ્યો છે.

Advertisement