Advertisement

સોમનાથ સ્વાભિમાન પર્વ-૨૦૨૬ નિમિત્તે આણંદમાં ભવ્ય ‘શિવ ધૂન મહોત્સવ’નું આયોજન

સોમનાથ સ્વાભિમાન પર્વ-૨૦૨૬ નિમિત્તે આણંદમાં ભવ્ય ‘શિવ ધૂન મહોત્સવ’નું આયોજન

સોમનાથ સ્વાભિમાન પર્વ-૨૦૨૬ નિમિત્તે આણંદમાં ભવ્ય ‘શિવ ધૂન મહોત્સવ’નું આયોજન

સોમનાથ સ્વાભિમાન પર્વ-૨૦૨૬ના પાવન અવસર નિમિત્તે સનાતન ધર્મના ગૌરવ અને આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરવા માટે આણંદ વિધાનગર કરમસદ, આણંદ તાલુકાના સર્વ ભાજપ ના કાર્યકરો દ્વારા ભવ્ય શિવ ધૂન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસર પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવ ધૂન મહોત્સવ આણંદના જાગનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યો છે, જેમાં શિવભક્તો માટે સતત ૭૨ કલાક સુધી શિવ ધૂન ગુંજશે.

આ શિવ ધૂન મહોત્સવની શરૂઆત આજ રોજ સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિવભક્તો “ઓમ નમઃ શિવાય”ના જાપ સાથે આધ્યાત્મિક આનંદનો અનુભવ કરશે.

આ આયોજન દ્વારા સનાતન ધર્મની પરંપરા, શ્રદ્ધા અને એકતાનો સંદેશ આપવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા સમગ્ર આણંદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોના તમામ શિવભક્તોને આ પાવન અવસર પર હાજરી આપવા ભાવપૂર્વક આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.

“સૌ શિવ ભક્તોને ભાવપૂર્વક આમંત્રણ” સાથે આ શિવ ધૂન મહોત્સવ આણંદમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement