Advertisement

સિંહોલ દૂધ મંડળી ઓડિટ મુદ્દે સભ્યોની અપીલ

સિંહોલ દૂધ મંડળી ઓડિટ મુદ્દે સભ્યોની અપીલ

પેટલાદ તાલુકાના સિંહોલ દૂધ મંડળીમાં રસ્મિબેન જાદવે ઉમેદવારી નોંધાવી હોવાની રીસ રાખીને હાલમાં રાજકીય નેતાના ઇશારે ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે.

અમૂલની ચૂંટણી નજીક હોવા છતાં સિહોંલ દૂધ મંડળીના ઓડિટ માટે વારંવાર ટીમો આવીને ખોટી રીતે હેરાન કરી રહ્યાં છે.તેમજ મહેળાવ પોલીસ મથકે ઓડીટ બાબતે ખોટી રીતે અરજી કરતાં પોલીસ દ્વારા વારંવાર ચોપડા લઇને પોલીસ સ્ટેશને બોલાવીને હેરાન કરી રહ્યાં છે.

જે બાબતે રસ્મિબેન જાદવ અને વ્યવસ્થાપક કમિટીન સભ્યો મંડળી બહાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને જયાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણના થાય ત્યાં સુધી ઓડીટ મુલ્તવી રાખવાની માગ કરી હતી.

સિહોંબ દૂધ મંડળીના રસ્મિબેન દિલીપભાઇ જાદવે અમૂલ ડેરીની ચૂંટણીમાં પેટલાદ બ્લોકમાંથી ઉમેદવારી નોંધાવી છે.

જેને લઇને કેટલાંક રાજકીય નેતાઓના ઇશારે હાલ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી અને સ્પેશયલ ઓડીટર મિલ્ક ઓડીટ આફિસ, આણંદની કચેરી પર દબાણ લાવીને સિંહોલ દુધ મંડળીનું ઓડીટ હાથ ધરાવી ઉમેદવારની છબી ખરડવાનો પ્રયાસ કરી રહેલ છે.

મંડળીના ઓડીટ કરવા બાબતે અમને કોઇ વાંધો વિરોધ નથી પરંતુ અમારી ઉમેદવારી ને કારણે મતદાન પક્રિયાને અસર થયા તેમ છે.જેથી સિંહોલ દૂધ મંડળીના વ્યવસ્થાપક સમિતીના કમિટી સભ્યોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને ઓડીટ ચુંટણી પક્રિયા સુધી મુલતવી રાખવાની માગ કરી છે.

સાથે સાથે હાલમાં મહેળાવ પોલીસ ઓડીટ બાબતે અરજી કરવામાં આવી હોવાતી પોલીસ ખોટી રીતે મંડળીના સભ્યોને ચોપાડા લઇને વારંવાર બોલાવીને ખોટી રીતે હેરાન કરે છે.

Advertisement