સામરખા ચોકડી પાસે ગેરકાયદે સ્લોટર હાઉસનો વિવાદ ફરી ગરમાયો
સામરખા ચોકડી નજીક 10 વર્ષ અગાઉ નેશનલ હાઇવે નં 48ને સીકસલેન બનાવવા સમયે સામરખા ચોકડી નજીક સર્વિસ રોડ બહાને નજીકમાં આવેલ સ્લોટર હાઉસની જગ્યા કપાતના બહાને કોઇકના ઇશારે કે લાભાર્થે બંધ કરવામાં આવ્યું હતું.જે બાદ તંત્ર સાથે સાંઠ ગાંઠના રચી માર્ગ બનાવતા હાલમાં સદર સ્થળે પુનઃ સ્લોટર હાઉસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ગેરકાયદે માર્ગ ઉપરાંત સામરખા ચોકડી તરફ જતા માર્ગ પરના રોયલ સીટી તરફ જતા માર્ગ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યાંનું મનપાના ધ્યાનમાં આવતાં તંત્ર દ્વારા તેને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાર દાયકા પૂર્વ પાલિકા દ્વારા સામરખા ચોકડી નજીક સ્લોટર હાઉસ નિર્માણ કરવામાં આવ્યું હતું.જે બાદ ગત દશક દરમ્યાન અમદાવાદ વડોદરા નેશનલ હાઇવેનં 48ને સીકસલેન બનાવવા સમયે સામરખા ચોકડી પાસે સર્વિસ રોડના બહાને સ્લોટર હાઉસ કોઇકના ઇશારે કે લાભાર્થે બંધ કરવાના ખેલ રચાયા હતા.જે બાદ સ્લોટરહાઉસની જગ્યા પર આજુબાજુના રહીશો માટે તંત્ર સાથે સાંઠ ગાંઠ રચી માર્ગ ઉભા કરવામાં આવ્યા હતા. તેવા તત્વો દ્વારા સ્લોટર હાઉસ ના બને તે માટે સક્રિય છે.
જો કે હાલમાં મનપા દ્વારા અગાઉ સ્થળે જ સ્લોટરહાઉસ પુનઃ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવ્યું છે. ઉભા કરાયેલ માર્ગ ગેરકાયદે હોય તથા સામરખા ચોકડી તરફ જતા રોયલ સીટી તરફ જતા માર્ગ પર પણ ગેરકાયદે દબાણ બાંધકામ કરવામાં આવ્યું હોવાનું મનપા તંત્રના ધ્યાનમાં આવતાં આગામી દિવસોમાં સદર ગેરકાયદે માર્ગ તથા ગેરકાયદે દબાણ બાંધકામ હટાવાશેનું જાણવા મળેલ છે.