સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ ખાતે કેક અને ચૉકલેટ બનાવવાની વોર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કું. પુષ્ટિ શાહ અને કું. સદફ સૈયદ દ્વારા વિવિધ પ્રકારની કેક અને ચોકલૅટ શીખવવામાં આવી હતી જેમાં ૨૫ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા તાલીમ આપીને સ્વરોજગારની તકો વિકસાવવા તથા ઉદ્યોગસાહસિકતા વિકસાવવાનો પ્રયાસ કરવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગના વડા ડો. નમ્રિતા કોલા અને મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટરના માનદ નિયામક ડો. વિરાજ રોઘેલિયા અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ભૂમિ ચાવડાના સહકારથી સફળ રીતે પૂર્ણ થયો.