Advertisement

શ્રાવણનો પ્રથમ સોમવાર: સોમનાથમાં ભક્તોનો ઘોડાપૂર

શ્રાવણનો પ્રથમ સોમવાર: સોમનાથમાં ભક્તોનો ઘોડાપૂર

શ્રાવણનો પ્રથમ સોમવાર: સોમનાથમાં ભક્તોનો ઘોડાપૂર

આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય, દેશભરમાં શિવભક્તિનો મહાસાગર વહેતો જોવા મળ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના પવિત્ર તીર્થસ્થળ સોમનાથ મહાદેવના મંદિરે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ શિવભક્તો “બોલ બમ બમ”ના નાદ સાથે મહાદેવના દર્શન માટે મંદિર પહોંચ્યા હતા.

શ્રદ્ધાળુઓ દુરદુરથી સોમનાથમહાદેવના દર્શન કરવા પહોંચ્યા છે. કેટલાક હરિદ્વારથી કાવડ લઇને વિશેષ તપશ્ચર્યાથી સોમનાથ મહાદેવના દર્શન માટે આવ્યા છે, જ્યારે કેટલાક ભક્તોએ પગપાળા યાત્રા કરીને મહાદેવના દર્શન કરીને ભક્તિની પરાકાષ્ઠા દર્શાવી છે. સોમનાથ મહાદેવના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.

પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાતા સોમનાથમાં શ્રાવણ માસમાં ખાસ તહેવારો અને પૂજાઓનું આયોજન કરવામાં આવે છે. આજે પ્રથમ સોમવાર હોવાથી, શિવલિંગ પર વિશેષ અભિષેક, રુદ્રાભિષેક અને મહાપ્રસાદનો પણ આયોજન કરાયો હતો. શ્રાવણનો પહેલો સોમવાર હોવાથી ભક્તો માટે આ દિવસનો અનન્ય મહિમા માનવામાં આવે છે.મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ભક્તોના સદ્ભાવ અને શાંતિપૂર્ણ વ્યવહારના કારણે આખું પરિસર પાવન અને ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે.

Advertisement