Advertisement

શહેર અને તાલુકામાં કન્ટ્રોલ રૂમ શરૂ, તંત્ર વધુ સક્રિય બન્યું

શહેર અને તાલુકામાં કન્ટ્રોલ રૂમ શરૂ, તંત્ર વધુ સક્રિય બન્યું

આણંદ : ભારત અને પાકિસ્તાનમાં હાલની સ્થિતિને પહોંચી વળવા માટે આણંદ જિલ્લામાં વહિવટી તંત્ર તકેદારીના પગલાં લઇ રહ્યું છે. આણંદ શહેર અને જિલ્લાના તાલુકા મથકોએ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. જિલ્લાના તમામ અધિકારીઓની રજા રદ કરી દેવાઇ છે અને હેડ ક્વાર્ટર નહીં છોડવાનો આદેશ કરાયો છે. 

આ ઉપરાત જિલ્લામાં પુરતો આઇલ, ગેસ અને દવાનો જથ્થો ઉપલબ્ધ છે. 

આણંદ જિલ્લામાં ખોટી અફવાઓ અને ખોટા પ્રચારથી દૂર રહેવા માટે કલેક્ટરે જિલ્લાવાસીઓને અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરે પ્રવિણ ચૌધરીએ જણાવ્યુ કે, આણંદ જિલ્લામાં ઓઇલ, ગેસ, અનાજ અને દવાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને છ મહિના ચાલે એટલો જથ્થો હોવાથી કોઇને ગભરાવવાની જરૂરિય નથી. 

આ ઉપરાત જિલ્લામાં કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.તાલુકા મથકોએ કન્ટ્રોલ રૂમ શરૂ કરાતા ગ્રામ્ય વિસ્તારના લોકોને મુશ્કેલીનો સરળતાથી નિરાકરણ આવી શકે છે. 

આ ઉપરાંત જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવાનો આદેશ કરાયો છે. તેમજ જિલ્લામાં ૧૦૮ ની વાનને પોતાના લોકેશન પર હાજર રહેવાની સૂચનાઓ આપવામાં છે અને સંદેશો મળે એટલે ત્તાક્લિક સ્થળ પર પહોંચી જવાના આદેશ આપી દેવાયા છે.  

જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણીએ જણાવ્યુ કે, જિલ્લાભરમાં હવે ત્રણ દિવસ માટે રાત્રિના સમયે પેટ્રોલિંગ અન ેવાહન ચેકિંગની કામગીરી વધરવામાં આવશે. 

હાલની સ્થિતિના સંદર્ભમાં ગેસના સિલિન્ડરની નોંધણીમાં વધારો થયો છે. યુદ્વ જેવી સ્થિતિથી સિલિન્ડર નહીં મળે તેવા ડરથી લોકોએ નોંધણી કરવી હોવાનું મનાઇ રહ્યું છે. જેની લઇ ડીલરો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. જોકે, ગેસના સિલિન્ડરનો સ્ટોક હોવાથી ગ્રાહકોએ ગભરવાનું જરૂર નહીં તેમ એજન્સીઓએ જણાવ્યું છે. 

Advertisement