Advertisement

વીર બાળ દિવસે હેન્વી પટેલની અનોખી પહેલ, બાળકોને સ્વચ્છતા કીટ વિતરણ

વીર બાળ દિવસે હેન્વી પટેલની અનોખી પહેલ, બાળકોને સ્વચ્છતા કીટ વિતરણ

યુવા કથક કલાકાર હેન્વી પટેલે વીર બાળ દિવસ નિમિત્તે આણંદ ચિલ્ડ્રન હોમ ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. તેમણે બાળકોને સ્વચ્છતા કીટનું વિતરણ કર્યું અને સ્વસ્થ જીવન માટે સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો.

આ કાર્યક્રમ દરમિયાન, બાળકોને રૂમાલ, ટૂથબ્રશ, કોલગેટ, નેલ કટર અને કાંસકો સહિતની આવશ્યક સ્વચ્છતા વસ્તુઓ ધરાવતી કીટ આપવામાં આવી હતી. હેન્વી પટેલે બાળકોને સરળ અને હૃદયસ્પર્શી રીતે "સ્વચ્છતા એ સ્વસ્થ જીવનની પ્રથમ શરત છે" એવો સશક્ત સંદેશ આપ્યો.

કુ. હેન્વી પટેલ પોતાના શાસ્ત્રીય નૃત્ય કથકના સ્ટેજ કાર્યક્રમોથી મળતી આવકનો ઉપયોગ સામાજિક કાર્યોમાં કરે છે. તેઓ દરેક કાર્યક્રમને સમાજસેવાનું માધ્યમ બનાવી બાળકોના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ લાવવાનો પ્રયાસ કરે છે. તેમની આ ભાવના પ્રેરણાદાયક બની રહી છે.

ચિલ્ડ્રન હોમના સંચાલકોએ હેન્વી પટેલના આ સેવાભાવને બિરદાવ્યો હતો. તેમણે બાળકોને વિતરિત કરાયેલી વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરી સ્વચ્છતા જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement