વાસદ પાસે પેચવર્કથી ટ્રાફિકજામ, વાહન ચાલકો એક કલાક સુધી હાલાકી ભોગ બન્યા
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આવેલ વાસદ મહીસાગર નદી પાસે પેચવર્ક કામગીરીઓ હાથ ધરાતા એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો.ત્યારે ટ્રાફિકજામ થઈ જતા વાહન ચાલકો એક કલાક સુધી હાલાકીઓનો ભોગ બન્યા હતા.જો કે ફરીયાદોને પગલે હાઈવે ઓથોરિટી ટ઼ાફીક ટીમોએ તાત્કાલિક ધોરણે બેફામ વાહન હંકારતા ચાલકોને લાઈનમાં હંકારવાની ફરજ પાડતા ટ્રાફિક હળવો કરી દેવાયો હતો.
પ઼ાપ્ત વિગત મુજબ અમદાવાદ વડોદરા એકસપ્રેસ વે પર સતત 24 કલાક સુધી કુલ 10 હજારથી વધુ વાહનોની અવરજવર રહે છે.ત્યારે તંત્રએ રોડ ઉપર પેચવર્ક કામગીરી હાથ ધરવામા આવી રહેલ છે.જેના પગલે માર્ગ ઉપર વારંવાર ટ્રાફિક જામ સ્થિતી સર્જાય છે.
આખરે વાહન ચાલકોને હાલાકીઓનો ભોગ બની રહ્યા છે.મંગળવારે માર્ગ ઉપર વાસદ નજીક પેટ્રોલ પંપ પાસે પેચવર્ક કામગીરીઓને પગલે એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો.જેના પગલે વડોદરા તરફ જવા માગતા વાહન ચાલકોને ટ્રાફિક છુટો થાય તે રીતે પસાર થવા દેવામા આવતા હતા.આખરે વાહન ચાલકો ટોલ ટેક્ષ ભરવા છતાંય સમય કરતા લેઈટ પહોંચતા ઓથોરીટી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.