વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી
હાલ બંગાડની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી 2 દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. ભેજનું પ્રમાણ વધુ રહેતા અસહ્ય બફારો અનુભવાશે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી અસહ્ય ગરમી વચ્ચે દિવસે બફરા અનુભવાય છે.
આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આગામી બે દિવસ સુધી સતત વાદળછાયું વાતાવરણ વચ્ચે કેટલાંક તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે ખેડૂતોએ હાલમાં ડાંગર કે બાજરી તૈયાર થઇ ગઇ હોય કાપવી નહીં તેમજ કાપેલી બાજરી પડી હોય તો સુરક્ષિત જગ્યાએ મુકી દેવા વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. હાલમાં વરસાદની સંભાવના હોવાથી ખાતરનો છંટકાવ નહીં કરવા તેમજ ખેતરમાં વરસાદી પાણી ભરાય તો તાત્કાલિક નિકાલ કરવા જણાવ્યું છે.