Advertisement

વડાપ્રધાન મોદીના હસ્તે માઇક્રોન ATMP પ્લાન્ટનો પ્રારંભ, ગુજરાત ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઉંચાઈએ

વડાપ્રધાન મોદીના હસ્તે માઇક્રોન ATMP પ્લાન્ટનો પ્રારંભ, ગુજરાત ટેક્નોલોજી ક્ષેત્રે નવી ઉંચાઈએ

સાણંદ : માનનીય વડાપ્રધાન Narendra Modiએ સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન ટેક્નોલોજીની અદ્યતન સેમિકન્ડક્ટર ATMP (Assembly, Testing, Marking and Packaging) ફેસિલિટીનો ભવ્ય શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી Bhupendra Patel, કેન્દ્રીય રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ-આઈટી મંત્રી Ashwini Vaishnaw તેમજ નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


વડાપ્રધાનશ્રીએ માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક ATMP પ્લાન્ટની કામગીરી, ટેક્નોલોજીકલ પ્રક્રિયા અને ભવિષ્યની યોજનાઓ દર્શાવતા પ્રદર્શનને નિહાળ્યું. આ પૂર્વે તેમણે સાણંદ જીઆઈડીસી ખાતે યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.


પ્રસંગે વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, “સાણંદ આજે ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે. ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આ પ્રોજેક્ટ ઐતિહાસિક સાબિત થશે.”

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત AI અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા સેક્ટરમાં પણ ‘ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર’ બનવા દિશામાં મજબૂત પગલાં ભરી રહ્યું છે. ગુજરાતમાં ઉદ્યોગલક્ષી વાતાવરણ, વિશ્વસનીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિ આધારને કારણે વૈશ્વિક કંપનીઓ રોકાણ માટે આકર્ષાઈ રહી છે.


આશરે ₹22,516 કરોડના મૂડીરોકાણ સાથે સ્થાપિત થતો આ પ્રોજેક્ટ ગુજરાતને દેશના ‘સેમિકન્ડક્ટર હબ’ તરીકે પ્રસ્થાપિત કરશે. આ પ્લાન્ટથી હજારોને રોજગારની તકો ઊભી થશે તેમજ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂતી મળશે.


સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીની સ્થાપના ભારતના ટેક્નોલોજીકલ સ્વાવલંબન અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની મજબૂત હાજરી તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Advertisement