Advertisement

રેશનકાર્ડમાં e-KYC કરાવવું ફરજિયાત:

રેશનકાર્ડમાં e-KYC કરાવવું ફરજિયાત:

આણંદ જિલ્લામાં તારીખ 23 અને 24 નવેમ્બરે જાહેર રજાના દિવસોમાં પણ રેશનકાર્ડ ધારકો માટે e-KYC કામગીરી ચાલુ રહેશે

સરકારની વિવિધ 14થી વધારે યોજનાઓનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં e-KYC કરાવવું ફરજિયાત છે. આણંદ જિલ્લામાં કાર્યરત 661 પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની દુકાનો પરથી નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકો પોતાના ફોનમાં My Ration App થી ઘરે બેઠા રેશનકાર્ડમાં e-KYC કરી શકે છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ સબંધિત ગ્રામ પંચાયતોમાં V.C.E મારફતે અને તાલુકા મામલતદાર કચેરી ખાતે e-KYC કરવાની કામગીરી ચાલુમાં છે.

સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો સરળતાથી e-KYC કરાવી શકે તે માટે વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા અને શહેરી વિસ્તારમાં નગરપાલિકા કક્ષાએ ચીફ ઓફિસર દ્વારા પણ e-KYC ની કામગીરી માટે અધિકૃત કરવામાં આવેલ છે. આ રેશનકાર્ડ ધારકોને e-KYC ની કામગીરી વિના મુલ્યે કરી આપવામાં આવશે. રેશનકાર્ડ ધારકોની e-KYC કરવાની કામગીરી આગામી તારીખ 23 અને 24 નવેમ્બરના રોજ શનિવાર અને રવિવારે જાહેર રજા હોવા છતાં ગ્રામ પંચાયત કચેરી ખાતે e-KYC અંગેના ખાસ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના રેશનકાર્ડ ધારકોને આ સુવિધાનો લાભ લેવા આણંદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.

 
Advertisement