Advertisement

રાણી પિંક ચેક્સ સાડીમાં છવાયા નિર્મલા સીતારમણ

રાણી પિંક ચેક્સ સાડીમાં છવાયા નિર્મલા સીતારમણ

કેન્દ્રીય બજેટના દિવસે માત્ર આર્થિક નીતિઓ જ નહીં, પરંતુ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો સાડી લુક પણ ચર્ચામાં રહે છે. દર વર્ષે બજેટ રજૂ કરતી વખતે તેઓ હાથથી વણાયેલી પરંપરાગત સાડી પહેરીને ભારતીય હેન્ડલૂમને પ્રોત્સાહન આપતા જોવા મળે છે.

આ વર્ષે નિર્મલા સીતારમણનો લુક ખાસ ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે બ્લેક બોર્ડર સાથેની ડાર્ક પિંક (રાણી પિંક) ચેક્સ સાડી પસંદ કરી છે, જે ખૂબ જ એલિગન્ટ અને ક્લાસી લાગી રહી છે. આ સાડી સાથે યલો કલરના બ્લાઉઝની પસંદગી લુકને વધુ આકર્ષક બનાવે છે.

સરળતા, સંસ્કૃતિ અને સૌંદર્યનું અનોખું સંયોજન દર્શાવતો આ સાડી લુક ફરી એકવાર સાબિત કરે છે કે બજેટના દિવસે નિર્મલા સીતારમણની સાડી કેમ હંમેશા મુખ્ય આકર્ષણ બની રહે છે.

Advertisement