રાજ્યમાં 57 RTO અધિકારીઓની બઢતી-બદલી: આણંદ આરટીઓના 2 કર્મીઓની સુરત અને બાવળા ખાતે બદલી
રાજ્યભરમાં વાહન વ્યવહાર વિભાગે 57 જેટલા આરટીઓ અધિકારીઓની બઢતી સાથે બદલીના હુકમો કર્યા છે. મોટર વાહન ખાતામાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, સહાયક વાહન વ્યવહાર નિયામક વર્ગ-2 તરીકે ફરજ બજાવતા અધિકારીઓને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી નાયબ વાહન વ્યવહાર નિયામક તરીકે બઢતી આપી નિમણૂક કરી છે.
આણંદ જીલ્લા આરટીઓમાં ફરજ બજાવતા રધુદત્ત પટેલની બદલી બાવળા અને નારણ સોલંકીની બદલી સુરત ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત બોટાદના દીપસંગ ચાવડાની આણંદ આરટીઓ ખાતે બદલીનો હુકમ કર્યો છે. ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર એસોસિએશન દ્વારા ડિસેમ્બર માસની શરૂઆતમાં પોતાના પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.લાંબા સમયથી આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરોને બઢતી ન મળતા એસોસિએશન દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.