Advertisement

રાજ્યમાં 29 ચીફ ઓફીસરોની બદલી: સૌરાષ્ટ્ર-કચ્છના 12 અધિકારીઓનો સમાવેશ

રાજ્યમાં 29 ચીફ ઓફીસરોની બદલી: સૌરાષ્ટ્ર-કચ્છના 12 અધિકારીઓનો સમાવેશ

રાજય સરકારના શહેર વિકાસ  અને ગૃહ નિર્માણ વિભાગ  દ્વારા   સૌરાષ્ટ્ર-કચ્છના 12 સહિત રાજયભરનાં 29 ચીફ ઓફીસરોની બદલી કરવામાં આવી છે.જયારે ચકલાસીના ચીફ ઓફીસરને  મહુધા નગરપાલિકાનો વધારાનો  હવલો  સોંપવામાં આવ્યો છે.

દાહોદ  નગરપાલિકાના ચીફ  ઓફીસર  યશપાલસિંહ વાઘેલાની  સંતરામપુરમાં, ડીસા પાલીકાના ચીફ ઓફીસર  ગૌરાંગભાઈ પટેલની હાલોલમાં બોટાદ પાલિકાના  ચીફ ઓફીસરનાં પાર્થવન ગૌસ્વામીની રાજુલામાં, હાલોલ પાલીકાના ચીફ ઓફીસર  હીરલ ઠાકરની ચોટીલામાં, રાધનપુર પાલીકાના  કલ્પેશ ભટ્ટની  વિજાપુર ખાતે, આંકલાવ પાલિકાના વિપૂલભાઈ  પનારાની ભચાઉમાં, ઉપલેટાના નિલમબેન ઘેટિયાની કુતિયાણામાં જયારે કુતિયાણા પાલિકાના   દેવીબેન ચાવડાની  તલાલામાં   ખેડાના રિતા પરમારની વડાલીમાં વડાલીનાં જૈમીન ચૌધરીની ઈડર ખાતે  ઈડરના  સાવીસોનીની તલોદમાં જયારે તલોદ પાલિકાના હિરેનભાઈ સોલંકીની પ્રાંતિજ માં, બ્રિજરાજ સિહ વાળાની  જામજોધપુર ખાતે બદલી કરવામાં આવી છે.

જસદણ નગરપાલિકાના ચીફ ઓફીસર  રાજુભાઈ શેખની ધંધુકામાં  ધંધુકાના  વિશાલભાઈ પટેલની ચકલાસીમાં  ચકલાસીના હિતેશભાઈ પટેલની  બોટાદમાં  સંતરામપુરના દિપસિંહ  હઠીલાની દાહોદમાં  હળવદના  તુષાર ઝાલરિયાની અંજારમાં અંજારના પારસ મકવાણાની વેરાવળ પાટણમાં જયારે વેરાવળ પાટણના  પાર્થિવ પરમારની જેતપુર નવાગઢમાં   કોડિનારના વિનોદ રાઠોડની અમરેલીમાં, વડનગરનાં ચંદ્રકાંત દેસાઈની  ડિસામાં,  સિકકાના રાહુલ   કરપુરની ખંભાળીયામાં, થાનગઢના  જીતેન્દ્ર પટેલની રાધનપુરમાં, જામજોધપુરનાં મેહુલ જોધપુરાની જસદણ ખાતે,  જેતપુર નવાગઢના  અશ્ર્વીન  ગઢવીની કોડીનાર ખાતે, ઠાસરાના પ્રાર્થનાબેન  રાઠાષડની  ધોળકા ખાતે, ધોળકાના   જતિન મહેતાની  ઠાસરા  ખાતે જયારે ખેરાલું   નગરપાલિકાના  ચીફ ઓફીસર  ભરત વ્યાસની   વડનગર ખાતે  બદલી  કરવામા આવી છે.

અગાઉ 15મી જાન્યુાઅરીના રોજ ચીફ ઓફીસર  જૈમીન ચૌધરી અને ઉમા રમીણાની બદીથી થયેલી નિમણુંક  રદ કરવામાં આવી છે. જયારે ચકસાલીના ચીફ ઓફીસર  વિશાલ પટેલને મહુધા નગરપાલિકાનો વધારાનો ચાર્જ સોંપાયો છે.

Advertisement