રાજકોટ નોકરીની લાલચે 200 વિદ્યાર્થીઓ સાથે કરોડોની ઠગાઈ
રાજકોટના કેકેવી હોલ પાસે આવેલ ફ્રેન્કફીન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સાથે કરોડોની છેતરપીંડીની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જે મામલે વિદ્યાર્થીઓએ પોલીસ કમિશ્નરને ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓને એરપોર્ટની જગ્યાએ હોટલમાં નોકરી મળી આવવાની વાત સામે આવતા વિદ્યાર્થીઓ તુરંત પોલીસ પાસે દોડી ગયા હતા.
કેકેવી હોલ પાસે આવેલ ફ્રેન્કફીન ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે એડમિશન લેવા માટે ફ્રેન્કફીન ઇન્સ્ટિટયૂટના સંચાલક શિવરાજ ઝાલાને મળ્યા હતા. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ધોરણ 12 પાસ પર તેઓને એડમિશન મળશે તેમ જ આ અભ્યાસ ક્રમ 11 માસનો રહેશે અને દરરોજ તેઓએ બે કલાક અભ્યાસ માટે આવવાનું રહેશે.
ઉપરાંત જણાવ્યું હતું કે આ અભ્યાસક્રમ પૂરો થયા બાદ તેઓને એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે તેમજ કેબિન કૃ તરીકે નોકરી મળશે જેથી તેઓએ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું. જેમની ફિ પેટે રૂ.1.50 લાખ ભરેલ હતાં. વિદ્યાર્થીઓએ 11 માસનો અભ્યાસ પૂરો કર્યા બાદ સંચાલકને પ્લેસમેન્ટ બાબતે વાત કરતાં તેઓએ હોટલમાં વેઈટર તરીકે નોકરી આપવાની વાત કરી હતી. જેથી તેને કહ્યું હતું કે, આપણે એરપોર્ટમાં નોકરીની વાત થઈ હતી.
ત્યારે સંચાલકે જણાવ્યું હતું કે, એરપોર્ટ આ નોકરી માટે ગ્રેજ્યુએશન કરવું પડે તો જ નોકરી મળે તેમ કહીં ઉડાવ જવાબ આપી વિશ્વાસઘાત કર્યો હતો. ઉપરાંત તેમને જાણવા મળ્યું હતું કે, ક્લાસીસમાં અંદાજિત 200 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે. તમામની સાથે આ જ રીતે એરપોર્ટના નામે એડમિશન લેવડાવી લાખો રૂપિયાની ફી ઉઘરાવી બાદમાં હોટલમાં નોકરી મળશે તેવું જણાવી તમામ સાથે વિશ્વાસઘાત કર્યાનું સામે આવ્યું છે, જે અંગે આજે તમામ વિદ્યાર્થીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી તેઓના પૈસા પરત આપવા અરજ કરી હતી.
હોટેલના વેઇટરની નોકરીની ઓફર : વિદ્યાર્થીઓનું એરપોર્ટમાં નોકરીનું સ્વપ્ન રોળાયુંવિદ્યાર્થીઓએ 11 માસનો અભ્યાસ પૂરો કર્યા બાદ સંચાલકને પ્લેસમેન્ટ બાબતે વાત કરતાં તેઓએ હોટલમાં વેઈટર તરીકે નોકરી આપવાની વાત કરી હતી. જેથી તેને કહ્યું હતું કે, આપણે એરપોર્ટમાં નોકરીની વાત થઈ હતી.ત્યારે સંચાલકે જણાવ્યું હતું કે, એરપોર્ટ આ નોકરી માટે ગ્રેજ્યુએશન કરવું પડે તો જ નોકરી મળે તેમ કહીં ઉડાવ જવાબ આપી વિશ્વાસઘાત કર્યો હતો