આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મનપાની તમામ કચેરીઓ માર્ચ માસ દરમિયાન રવિવારની જાહેર રજા સહિત જાહેર રજા ના દિવસો ખાતે ટેક્સ વિભાગ સવારના 11-00 કલાકથી બપોરના 16-00 કલાક દરમિયાન ખુલ્લો રાખીને નગરજનો બાકી વેરો ભરી શકે તેવી સવલત કરાવવામાં આવી છે.
મહાનગરપાલિકા વિસ્તારના નગરજનો દ્વારા આ સવલતનો લાભ મેળવીને માર્ચ માસ ના પ્રથમ રવિવારના રોજ બાકી પડતો વેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂપિયા 2.48 લાખની વસુલાત કરવામાં આવી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તાર આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ વિસ્તારોમાં મિલકતો ધરાવતા નગરજનો તા. 31 માર્ચ 2026 ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતું હોય બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન દરેક રવિવાર સહિત જાહેર રજા ના દિવસોએ સવારે 11:00 થી બપોર બાદ 16-00 કલાક સુધી તમામ કચેરીઓ ખાતે વેરા વિભાગની શાખા ખુલ્લી રહેશે જેમાં બાકી વેરો ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું છે.
જે નગરજનોને માંગણા બિલો ના મળ્યા હોય તેઓએ મહાનગરપાલિકા ઓફિસ નો સંપર્ક કરીને સમયસર માંગણા બિલ મેળવી લેવા પણ જણાવ્યું છે.