Advertisement

રણછોડરાયજી મંદિર ખાતે રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી

રણછોડરાયજી મંદિર ખાતે રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી

યાત્રાધામ ડાકોર ખાતે રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણી દરમિયાન ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પવિત્ર રણછોડરાયજી મંદિરે ઉપસ્થિત રહી દર્શન અને પૂજા અર્ચના કરી હતી. હોળી અને ધુળેટીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર ડાકોર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. હજારો ભક્તોએ મંદિર પરિસરમાં ઉમટી પડી રંગોત્સવની આનંદમય ઉજવણી કરી હતી.

આ અવસરે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધિવત રીતે મંદિર પર ધ્વજા અર્પણ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિ પ્રમાણે યોજાયેલી આ ધ્વજા અર્પણ વિધિમાં આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીએ ભક્તોને હોળી અને રંગોત્સવની શુભેચ્છા પાઠવી અને રાજ્યમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. તેમણે જણાવ્યું કે ડાકોરધામ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત પ્રતિક છે.

રંગોત્સવ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉજવણી શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થઈ હતી.

Advertisement