મોતના સિરપને લઈ તંત્ર એલર્ટ, આણંદમાં મળી 15 શંકાસ્પદ દવા
ઝેરી ઉધરસની સીરપ પીવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 23 બાળકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મધ્યપ્રદેશમાં 19 અને રાજસ્થાનમાં 4 બાળકોના મોત થયા છે.ગુજરાત સરકારે દરેક જિલ્લામાં કફ સીરપ બનાવતી કંપનીઓ, એજન્સીઓ અને વેચાણ કરતાં મેડિકલ સ્ટોરમાં તપાસના આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે આણંદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા બે દિવસમાં 200થી વધુ એકમો, 10 થી વધુ એજન્સીઓ અને જિલ્લા કફ સિરપ બનાવતી 2 કંપનીમાં તપાસ હાથ ધરી હતી. જો કે મેડિકલ સ્ટોરોમાં પ્રતિબંધી કફ સિરપ મળ્યા ન હતા. જો કે તેના જેવા કન્ટેઇન એટલ સમાન ઘટક ધરાવતી જુદી જુદી કંપની 15 સિરપ મળી આવતાં તંત્ર ચોંકી ઉઠ્યુ હતું. તંત્રે સિરપના નમૂના લઇને તપાસ માટે મોકલી આપ્યા છે.
આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સરકારના આદેશ બાદ જિલ્લામાં આવેલા તમામ મેડિકલ સ્ટોર , દવાઓનું જથ્થાબંધ વેચાણ કરતી એજન્સીઓ તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લામાં દવાઓ બનાવતી ચાર થી પાંચ કંપનીઓ આવેલી છે.તેમાં કફ સિરપ બને છે કે નહીં તેની તપાસ હાથધરવામાં આવશે. કફ સિરપ બંને છો સિરપ ડાયથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ જાળવવામાં આવ્યું છે કે નહીં વગેરેની તપાસ ચાલી રહી છે. પ્રતિબંધિત કફ સિરપ જેવા સમાન ઘટ ધરાવતી દવાઓનો સેમ્પલ લેવામાં આવ્યાં છે.જેની ચકાસણી કરવામાં આવશે. તેમાં સીરપ ડાયથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ પુરતા પ્રમાણ છે કે નહીં તેનો રીપોર્ટ આવ્યા બાદ આ 15 જુદી જુદી કંપનીઓ સામે કાર્યવાહી થઇ શકે છે.
નમૂનાથી ચકાસણી બાદ કાર્યવાહી કરાશે
પ્રતિબંધિત કફ સીરપ અંગે ડ્રગ્સ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પ્રતિબંધિત થયેલી કંપનીના કફ સીરપ આણંદ જિલ્લામાં મળ્યા નથી. જોકે એ જ પ્રકારના બે મિશ્રણ ધરાવતા કફ સીરપના જિલ્લામાંથી 12 નમૂના લેવામાં આવ્યા છે. જેની લેબોરેટરીમાં ચકાસણી બાદ કાર્યવાહી કરાશે.
બાળકોને અગાઉ લખી આપેલી કફ સિરપ ડોકટરની સલાહ વગર આપવી નહીં
બાળકોને શરદી,ઉધરસ થવા દર વખતે જુદા જુદા લક્ષણો હોય છે. ક્યારેક કફનું પ્રમાણ વધારે હોવાથી તો ક્યારેક વાયરસથી શરદી ઉધરસ થાય છે. ત્યારે મોટાભાગના માબાપ અગાઉ બાળકને કફ થયો હોય ત્યારે ડોકટરે લખી આપેલી દવા ઘરે પડી હોય તો તેમાંથી આપતાં હોય છે. પરંતુ એકવાર બોટલ તુટી જાય તેમાં બીજા જમસ ભળતાં હોવાથી હાનીકારક બની જાય છે. દર વખતે લક્ષણો જુદા જુદા હોવાથી અગાઉ લખી આપેલી દવા સ્ટોરમાંથી લઇને પણ ન આપી કારણ કે ડોકટર શરદી ઉધરસના લક્ષણો જોઇને દવા આપતાં હોય છે. જેથી ડોક્ટર પાસે પ્રિસ્ક્રિપ્શન લખાવો અને પછી જ કોઈ ફાર્માસિસ્ટ પાસે જઈને દવા લેવી જોઇએ.- ડો. રાજેશ પટેલ , ઇએમઓ, જિલ્લા આરોગ્ય વિભાગ
વધતા બનાવ ધ્યાને લઇને ખાસ ચેકીંગ હાથ ધરાયું
આણંદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ડો ખુશબુ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત કફ સિરપ એક પણ દવા મળી નથી. કફ સિરપમાં ડાયઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ પ્રમાણ ગાઇડ લાઇન મુજબ હોવા જરૂરી છે. આણંદ અને નડિયાદમાં હાલ તમામ મેડીકલ સ્ટોર અને એજન્સીઓ તપાસ ચાલી રહી છે. જેમાં પ્રતિંબધિત કફ સિરપ જેવા સમાન ઘટક ધરાવતી દવાઓના નમુના લીધા છે. વધુમાં તેઓ જણાવ્યું કે 2 વર્ષના બાળકને ડોકટરને બતાવ્યાં બાદ પ્રિસ્ક્રિપ્શન મુજબ દવા આપવી જોઇએ, અત્યાર સુધી જુદી જુદી કંપનીના 15 કફ સિરપના નમુના લઇને તપાસ માટે મોકલી આપ્યાં છે.