Advertisement

ભારતના ચૂંટણી પંચે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)માં ગણતરી ફોર્મ ભરીને પરત કરવાની સમયમર્યાદા વધારી

ભારતના ચૂંટણી પંચે મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)માં ગણતરી ફોર્મ ભરીને પરત કરવાની સમયમર્યાદા વધારી

આણંદ, ગુરૂવાર:ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 06 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision - SIR)ની સમયમર્યાદા વધારવામાં આવી. કોઈ લાયક મતદાર બાકી ન રહી જાય અને ગેરલાયક વ્યકિતનુ નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ ન થાય તે હેતુને સાર્થક કરવા માટે મતદાર ગણતરી ફોર્મ BLOને પરત કરવાની તારીખ 11 ડિસેમ્બરની જગ્યાએ 14 ડિસેમ્બર કરવામાં આવી. હવે, 19 ડિસેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ(કાચી) મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

આ ઉપરાંત લાયક મતદાર પોતાનું નામ જે તે વિધાનસભાની Absent/Shifted/Death/Already enrolled/Enumeration form not submittedની કાચી યાદીમાં સમાવિષ્ટ થયેલ નથી તે અંગેની ચકાસણી anand.nic.in/Election -> SIR -> List of Absent/Shifted/Dead Voters of Anand District સાઈટ પર કરી શકશે. જેથી જો ગણતરી ફોર્મ પરત આપવાનુ બાકી રહી ગયેલ હોય અથવા ભૂલથી ઉપર પૈકીની કોઈપણ યાદીમાં મતદારનું નામ સમાવિષ્ટ થઇ ગયેલ હોય તો મતદાર તેઓના BLOશ્રીનો સંપર્ક કરી હજુ પણ ફોર્મ પરત કરી મતદાર યાદીમાં પોતાનું નામ સુરક્ષિત કરાવી શકે છે.

Advertisement