Advertisement

ભડકેલા ત્રણ હાથીએ રથયાત્રામાં ભક્તોને એવાં અડફેટે લીધા, કે લોકો રેલિંગ તોડીને ભાગ્યા

ભડકેલા ત્રણ હાથીએ રથયાત્રામાં ભક્તોને એવાં અડફેટે લીધા, કે લોકો રેલિંગ તોડીને ભાગ્યા

ભડકેલા ત્રણ હાથીએ રથયાત્રામાં ભક્તોને એવાં અડફેટે લીધા, કે લોકો રેલિંગ તોડીને ભાગ્યા

અમદાવાદમાં યોજાઇ રહેલી રથયાત્રામાં એક તરફ માનવ મહેરામણ ઊમટ્યું છે ત્યારે ભીડને જોઈને ગજરાજ ગભરાઈ જઈને આમતેમ ભાગવા લાગ્યા હતા. જ્યારે ખાડિયા વિસ્તારના ગોલ્ડવાડ પાસેથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે માનવ મહેરામણ જોઈને ગજરાજ બેકાબૂ બન્યા હતા. ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબુ થતાં તરત જ સ્ટાફ દોડતો થયો હતો. થોડી વાર માટે રથાયાત્રા રૂટ પર દોડધામ મચી જવા પામી હતી. અને રથયાત્રાને રોકવાની ફરજ પડી હતી.

ખાડિયામાં ગજરાજ બેકાબુ બનતા તેઓ શેરી તરફ દોડ્યા હતા. અને તેમને પોતના તરફ આવતા જોઈને લોકોમાં પણ દહેશત ફેલાઈ હતી અને લોકોએ બચવા માટે આમતેમ દોડભાગ શરૂ કરી હતી. આ નાસભાગમાં હાથી શેરીમાં અંદરની તરફ જતાં લોકોના ટોળાને ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં એક કેમેરામેન અને એક એક્ટિવા સવારને અડફેટે લીધા હતા. આ ઉપરાંત પણ હાથીને કાબૂ કરવા માટે દોડી ગયેલા પોલીસને પણ અડફેટે લીધો htઓ. મળતી માહિતી મુજબ આ દોડભાગની વચ્ચે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી લાકડાની રેલિંગ તોડીને શાંત જગ્યા તરફ દોડી ગયા હતા.

જો કે આ ઘટના બની તે બાદ મેડિકલ ટીમ અને મહાવતની મદથી આ હાથીને શાંત કરાયા છે. પણ કુલ 18 માંથી જે 3 હાથીઓ બેકાબુ બન્યા હતા તેમને તેમના સ્થાને પરત મોકલાયા છે અને હવે તેઓ આજે રથયાત્રામાં જોડાશે નહીં.

ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબુ થતાં લોકોમાં નાસભાગ અને અફર તફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ડરીને નાસ ભાગ કરવા લાગ્યા હતા અને જેને લીધે વધુ chaos ની સ્થિતિ સર્જાઇ હતી. જો કે હાથીઓ બેકાબુ થતાં મહાવતે તેમને કાબુમાં લેવા પ્રયત્નો કર્યા હતા. અંતે સાથળ પર તૈનાત મેડિકલની ટીમે હાથીને ઇન્જેકશન આપીને હાથીને શાંત પાડયા હતા.

ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબુ

રથયાત્રામાં સામેલ હાથીઓ વધુ પડતાં અવાજને કારણે બેકાબુ બન્યા હતા. મળતી માહિતી મુજબ ડી,જે, ના અવાજને કારણે તેઓ રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા જોઈને લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

Advertisement