બોરસદ શહેર: ટ્રકમાં ખોટી નંબર પ્લેટમાં છુપાયેલ 11.76 લાખનો દારૂ જપ્ત
બોરસદ શહેર પોલીસે બાતમીના આધારે એક ટ્રકને અટકાવીને તલાસી લેતા ડુંગળીની ગુણ નીચે લઇ જવાતી વિદેશી દારૂની 245 પેટીઓ કિંમત રૂ 11.76 લાખનો વિદેશી દારૂ સાથે હરિયાણના ટ્રક ચાલકને ઝડપી પાડીને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. ખોટી નંબર પ્લેટ લગાવીને દારૂની હેરાફેૅરી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું.
બોરસદ શહેર પોલીસને બાતમી મળી હતી કે ડુંગળીના કોથળા ભરીને જતી ટ્રકમાં વિદેશી દારુ ભરેલો છે. ઉપર તાડપત્રી બાંધેલી છે અને ગાડી વાસદથી બોરસદ બાયપાસ હાઈવે ઉપરથી પસાર થશે એટલે પોલીસે બોરસદ શહેરની ઉમીયા કાઠીયાવાડી હોટલ સામે ટી પોઈન્ટ પાસે વોચ ગોઠવી. રાત્રે પોણા દસ વાગે ટ્રક આવી પોલીસે તેને ઉભા રહેવા ઈસારો કર્યો એટલે ચાલકે ગાડી ઉભી રાખી હતી.
પોલીસે પુછતાછ કરી તો તેનું નામ સાહીલ કમરુ રહે. કોટલા, હરીયાણા હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેની નીચે ઉતારી પુછતાછ કરી ત્યારે તે ડુંગળી ભરી છે તેવું કહેતો હતો. એટલે પોલીસે તાડપત્રી ખોલી ચેક કરતાં ડુંગળીના કોથળાની ઓથે દારુની 245નંગ પેટી કુલ 11760 નંગ પ્લાસ્ટીકના ક્વોર્ટરીયા કિં.રૂ. 11.76 લાખનો ભરેલો હતો.
પોલીસે પુછતાછ કરી ત્યારે દારુનો આ જથ્થો સાહીદખાન કમરુદીને મોકલ્યો હતો. જ્યારે તેનો વપરાશ ઓમપ્રકાશ ગુપ્તાનો હતો. માલ મંગાવનારનું નામ તેમને ખબર નહોતી.પોલીસે વાહનનો નંબર ચેક કર્યો ત્યારે તે ખોટો નીકળ્યો હતો. આમ ખોટી નંબર પ્લેટ ચઢાવી ટ્રકના માલિકે દારુની હેરાફેરી કરી હતી. પોલીસે ડ્રાઈવર ઉપરાંત દારુ મોકલનાર, ટ્રક માલિક અને ગુજરાતમાં માલ મંગાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્દ ગુનો દાખલ કરી વોન્ટેડ જાહેર કર્યો હતો.