બોરસદ બ્રિજ અંધારું: સ્ટ્રીટ લાઇટ બંધ, અકસ્માતના જોખમ વધ્યાં
બોરસદ જલારામ મંદિર પાસેથી પસાર થતા વાસદ બગોદરા બ્રિજ ઉપર અને નીચે છેલ્લા એક અઠવાડિયાથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતી હોવાથી અંધારુ છવાઇ જતું હોવાથી બોરસદ તરફથી આણંદ તરફ જતાં વાહનો ડિવાઇડર સાથે ભટકાતા નાના મોટા અકસ્માતના બનાવો વધી ગયા છે. ત્યારે સત્વરે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેમ જનતા ઇચ્છે છે.
બોરસદ આણંદ જવાનો માર્ગ ઉપર આવેલ જલારામ મંદિર ની બાજુમાં થી વાસદ બગોદરા સીક્સ લેન્ડ હાઇવે પસાર થઈ રહ્યો છે ત્યારે આ બ્રિજ ઉપર ની સ્ટ્રીટ લાઇટો અને બ્રિજની નીચેની સ્ટ્રીટ લાઇટો છેલ્લા એક અઠવાડિયાથી બંધ હાલતમાં છે.
ત્યારે બ્રિજની નીચેથી પસાર થતા વાહનો ડિવાઇડરમાં અથડાઈ જવાના બનાવો હાલ બની રહ્યા છે રોડની નીચેથી તારાપુર વાસદ તરફથી આવતા વાહનો અને બોરસદ થી આણંદ તરફ જતા વાહનો ડિવાઈડર સાથે અથડાઈ રહ્યા છે જ્યારે રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે આ સ્ટેટ લાઈટો સવારના વાર પણ બંધ થઈ જતી હોય છે.
ત્યારે તેનો કાયમી નિકાલ કરવામાં આવે આ બાબતે સ્થાનિકો દ્વારા ટોલનાકે ફરિયાદ પણ નોંધાવેલ છે પરંતુ તંત્ર દ્વારા આજે એક અઠવાડિયા જેટલો સમય વીતી જવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી