Advertisement

બોરસદ ચોકડી પર ટ્રાફિક પોલિસ અભિયાન, હેલ્મેટ અને સીટબેલ્ટ મહત્વ સમજાવાયું

બોરસદ ચોકડી પર ટ્રાફિક પોલિસ અભિયાન, હેલ્મેટ અને સીટબેલ્ટ મહત્વ સમજાવાયું

બોરસદ ચોકડી પર ટ્રાફિક પોલિસ અભિયાન, હેલ્મેટ અને સીટબેલ્ટ મહત્વ સમજાવાયું

આણંદ જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ – જાન્યુઆરી ૨૦૨૬ અંતર્ગત જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજ રોજ સવારે આણંદ શહેરની બોરસદ ચોકડી ખાતે માર્ગ સલામતી અંગે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની સમજ વધે અને અકસ્માતો ઘટાડવામાં આવે તે હેતુથી વિવિધ બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમાં ખાસ કરીને વાહન ચલાવતા સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા, કારમાં ફરજિયાત સીટબેલ્ટ બાંધવા તેમજ બે પહિયા વાહન ચલાવતા હંમેશા હેલ્મેટ પહેરવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાહન ચાલકોની થોડી બેદરકારી પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે, તેથી નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન”ના સૂત્ર સાથે લોકોમાં સુરક્ષિત અને શિસ્તબદ્ધ વાહનચાલનની આદત વિકસે તે માટે આવા જનજાગૃતિ કાર્યક્રમો સતત યોજવામાં આવશે.

ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાનું તેમજ અન્યનું જીવન સુરક્ષિત રાખે.

Advertisement