બોરસદ નગરપાલિકામાં 26 જાન્યુઆરી, 2026 ના રોજ 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નગરપાલિકા કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.ધ્વજવંદન બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચીફ ઓફિસર વિરાજ શાહ ઉપરાંત બોરસદ શહેરના અગ્રણી નાગરિકો, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.