Advertisement

બોરસદમાં ગ્રામ્ય માર્ગો હવે બનશે આર.સી.સી. : મંત્રી રમણ સોલંકીએ કર્યો શુભારંભ

બોરસદમાં ગ્રામ્ય માર્ગો હવે બનશે આર.સી.સી. : મંત્રી રમણ સોલંકીએ કર્યો શુભારંભ

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર થયેલા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા 3 કરોડથી વધુની રકમના આરસીસી તથા ડામર રોડનું ખાતમુહૂર્ત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ કર્યું હતું.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનાવવા માટે આર.સી.સીના રોડ બનાવવામાં આવી રહ્યા છે. શહેર જેવી જ સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે આરસીસી રોડ ગુણવત્તા વાળો બને તે માટે કોન્ટ્રાક્ટરને સુચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોરસદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આર.સી.સી રોડ અંદાજિત રૂપિયા 3 કરોડ જેટલી રકમના ખર્ચે નિર્માણ પામનારા છે .જેમાં વાછીયેલ ગામના આર.સી.સી રોડ, ઝારોલા મહાદેવ મંદિર થી મુખ્ય બજારને જોડતો આર.સી.સી રોડ, કણભા એપ્રોચ આર.સી.સી.રોડ તથા કણભા ઘાડિયાપુરા રોડ ખૂટતી કડી રોડ, કઠાણા વૃંદાવન નગરથી કોતર વિસ્તાર રોડ વગેરે ગ્રામ્ય વિસ્તારમાં નવા આર.સી.સી.રોડ તથા ડામરના રોડ બનાવવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ, માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement