બોરસદમાં ગેરકાયદેસર ડમ્પર હેરાફેરી, વાહનચાલકો ચેતાવણી પર
માટી અને રેતી ડમ્પરમાં મોટા પ્રમાણમાં ભરવા મા આવતી હોય બમ્પ ઉપર થી પસાર થતા વાહનોની માટી અને રેતી રોડ ઉપર ઢોળાય છે જેથી વાહનચાલકો ને અકસ્માત નો જોખમ વધી ગયું છે. ગેરકાયદેસર રીતે રેતી, માટી અને કપચીની હેરાફેરી કરતા ડમ્પર માં મોટાભાગના ડમ્પર ઉપર આર ટી ઓ પાર્સિંગ ના નંબર હોતા જ નથી હોય તો દેખાય નહીં તે રીતે તેને માટી ચોપડી દેવામાં આવી હોય છે ત્યારે અમુક વાહનોના તો એકના એક નંબરો હોય છે પરંતુ આ તંત્રને નજરમાં આવતું નથી.
બોરસદના સૂર્યમંદિર માર્ગ પર અને આણંદ ચોકડી થી વહેરા આણંદ તરફ જવાનો માર્ગ પર અવારનવાર માટીના ઢગલે ઢગલા રોડ ઉપર પથરાયેલા જોવા મળે છે ડમ્પર ચાલકો દ્વારા તેમના વાહનમાં વધુ પ્રમાણમાં માટી અને રેતી ભરવામાં આવતી હોય જે રોડ પરના બમ્પ આવતા ઠેક ઠેકાણે માટી અને રેતી રોડ ઉપર ઢોળાયેલા હોય છે ત્યારે વાહનચાલકો ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો આ રેતે અને માટીના કારણે સ્લીપ ખાઈ પડી જવાના બનાવો અવારનવાર બની રહ્યા છે પરંતુ આજ રોડ પરથી પસાર થતા સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને આ નજરમાં આવતું નથી મોટાભાગના રાત્રિ દરમિયાન વહેલી સવાર સુધી માટી અને રેતીનું વહન થતું હોય છે ત્યારે આ ડમ્પર ચાલકો બેફામ રીતે પોતાના વાહનો રોડ ઉપર હંકાળતા હોય છે જે બમ્પ આવતા બ્રેક માર્યા વગર ફુલ સ્પીડમાં પસાર થતા હોય તેઓની રેતી અને માટી અવારનવાર રોડ ઉપર પડેલી હોય છે આખી રાત આ માટી રેતી અને કપચી ના વાહનો મુખ્ય હાઇવે ઉપરથી પસાર થતા હોય છે પરંતુ આ ચોરી પકડવા માટે કોઈ અધિકારીઓ પાસે ટાઈમ નથી ત્યારે નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે થોડા દિવસ પહેલા મામલતદાર કચેરીની બહાર પણ મોટો માટીનો ઢગલો પથરાઈ ગયો હતો જે આઠથી દસ દિવસ સુધી એ માટીના લઈ વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.