બેડવા બ્રિજ પર અકસ્માત નિવારવા રોંગ સાઇડે આવતાં વાહનો પર નજર રાખવા કેમેરા મુકાશે
આણંદ જિલ્લામાં અકસ્માત નિવારણ માટે દર માસે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફટી મિટીંગ મળી હતી. જેમાં બેડવા ઓવરબ્રિજ રોગસાઇડને આવતાં વાહનોને કારણે અકસ્માત પ્રમાણ વધી ગયું છે. તે પ્રશ્ન ઉઠવા પામ્યો હતો. જેથી આણંદ જિલ્લા આરટીઓ અધિકારી એન વી પરમારે જણાવ્યું હતું કે બેડવા ઓવરબ્રિજની બંને બાજુએ રોગ સાઇડે આવતાં વાહનોને અટકાવવા માટે બ્રિજના છેડે સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. જેથી રોગ સાઇડે આવતાં વાહનો કેમેરા કેદ થતાં તેઓને મેમો ફટકારીને દંડ વસુલવામાં આવે છે.
આણંદ નેશનલ હાઇવે નં 8 પર ગામડી ઓવરબ્રિજ પાસે સાઇનબોર્ડનો અભાવ હોવાથી અકસ્માતો થતો હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી તાત્કાલિક બ્રિજની બંને બાજુએસાઈન બોર્ડ અને માર્કિંગ નિયમ મુકવામાં આવશે તેમ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું આ ઉપરાંત સામરખા થી ભાલેજ તરફના એક્સપ્રેસ વે પર રેડિયમ માર્કિંગ અને સાઈન બોર્ડની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવી આવનાર છે. સાથે સાથે અકસ્માત ઝોન જાહેર કરેલા માર્ગો ચેતવણીના બોર્ડ મુકાનાર છે. સોજિત્રા મહી કેનાલના કામના કારણે ટ્રાફિકની સમસ્યા જણાઈ હતી જે અન્વયે સંલગ્ન ડિપાર્ટમેન્ટને રોડ સેફટી અન્વયે ની તમામ કામગીરી તે ડાયવર્ઝનના રોડ માટે સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.
મુખ્ય માર્ગો નજીક આવેલા તળાવ કિનારે રેલીંગના અભાવે અકસ્માતનું પ્રમાણ વધ્યું
આણંદ જિલ્લાના નેશનલ હાઇવે નં 48 પર ત્રણ જગ્યાએ તલાવડી અને પાણીનો સ્ત્રોત માટે કુવા સહિત વસ્તુઓ આવેલી છે. તો વળી જિલ્લના દરેક હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો પર 70થી વધુ તળાવો આવેલા છે.રોડને અડી આવેલા તળાવો સેફટી વોલ કે રેલીંગ અભાવે ક્યારેક અકસ્માત થાય છે. તો જીવ ગુમાવવાનો વખત આવે તેમ છે.જેને ધ્યાને લઇને તળાવ કે પાણીનો સ્ત્રોત્ર વાળી જગ્યાએ માર્ગે પર રેલીંગ લગાવાશે.