Advertisement

બંગડીઓ ફેંકીને વિરોધ:5 વર્ષથી ગટરનો પ્રશ્ન હલ ન થતાં રહીશો મનપામાં પહોંચ્યા

બંગડીઓ ફેંકીને વિરોધ:5 વર્ષથી ગટરનો પ્રશ્ન હલ ન થતાં રહીશો મનપામાં પહોંચ્યા

આણંદ મનપા પાધરિયા વિસ્તારમાં છેલ્લા 7 વર્ષથી ગટર ઉભરાવવાનો પ્રશ્ન માથાના દુ:ખાવા રૂપ બની જતાં આ વિસ્તારની મહિલાઓ એકત્ર થઇ બોટલોમાં ગટરના ગંદા પાણી ભરી લાવીને મનપા કચેરી પહોંચી જઇને ભારે હોબાળો મચાવ્યો હતો. સામજીક કાર્યકર હર્ષિલ દવેની આગેવાની હેઠળ મહિલાઓએ કમિશ્નર કચેરી ધસી જતાં કર્મચારીઓ સાથે સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારબાદ નાયબ કમિશ્નરની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરીને તેમના ટેબલ પર બંગડીઓ ફેકીને કામના કરી શકતો હોય તો ખુરશી ખાલી કરો તેમજ હાય હાયના નારા બોલાવી વિરોધ કર્યો હતો.

આણંદ મનપા પાધરિયા વિસ્તારમાં આર્શીવાદ સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં ચાર દાયક અગાઉ ગટર લાઇન માત્ર 400 ઘરોને ધ્યાને રાખીને નાંખવામાં આવી હતી. હાલમાં આ વિસ્તારમાં 1500થી વધુ ઘરો આવેલા છે. જેથી ગટર પાઇપ લાઇનની નાની હોવાથી મહિનામાં ચાર વખત ગટર ઉભરાતાં માર્ગો ગંદકી છવાય છતાં અસહ્ય દુર્ગધ મારે છે. તેમજ જીવાતોનો ઉપદ્વવ વધી ગયો હોવાથી બિમારીના કેસો વધારો થઇ રહ્યો છે. જો તાત્કાલિક પ્રશ્ન હલ નહીં કરાય તો રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે. જે બાબતે અગાઉ સામાજીક કાર્યકર હર્ષિલ દવે સહિત સ્થાનિક સોસાયટીના આગેવાનોએ મનપા કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમ છતાં પ્રશ્ન હલના થતાં મહિલાઓ એકત્ર થઇ મનપા કચેરીમાં હલ્લા બોલ કરીને ભારે વિરોધ નોંધાવ્યો હતો.

પાઇપ લાઇનો નાની હોવાથી વારંવાર ચોકઅપ થાય છે

આણંદ મનપા પાધરિયા વિસ્તારમાં ગટરનું છેલ્લા કનેકશન છે.ત્યાં આઉટ લુક પાણીના નિકાલ માટે કયાંય વ્યવસ્થા નથી. તેમજ ગટર લાઇનની પાઇપ લાઇનો નાની હોવાથી વારંવાર ચોકઅપ થઇ જાય છે. ત્યારે મનપા તાત્કાલિક ગટર લાઇનો સર્વે કરીને નવી મોટી પાઇપો નાંખીને ગટરના ગંદા પાણીના નિકાલ માટે આગળ જોડાણ આપવામાં આવે તો આ પ્રશ્ન હલ થાય તેમ છે. હાલમાં પાઇપો 9 એમ એમની છે. જ્યારે વસ્તી 8 હજાર ઉપરાંતની છે. જેથી 15 એમએમ થી મોટી પાઇપો લાઇનો નાંખી કુંડીઓ બનાવીને ગટરના ગંદા પાણી નિકાલ માટે મુખ્ય ગટર લાઇનમાં જોડાણ આપવામાં આવે તે જરૂરી છે.

Advertisement