Advertisement

પોલીસ સમક્ષ રેશ્મા પટેલનું સ્પષ્ટ વલણ – આરોપો ખોટા છે

પોલીસ સમક્ષ રેશ્મા પટેલનું સ્પષ્ટ વલણ – આરોપો ખોટા છે

પોલીસ સમક્ષ રેશ્મા પટેલનું સ્પષ્ટ વલણ – આરોપો ખોટા છે

આણંદ વિદ્યાનગર રોડ પર ગત સોમવારે રાત્રે આઈસ્ક્રીમ લેવા માટે ગયેલી આણંદના પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકીના પત્ની અને તેમના સ્ત્રી મિત્ર વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. આ મામલે ભરતસિંહ સોલંકીના સ્ત્રી મિત્ર રિદ્ધિ પરમાર દ્વારા આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં તેમના પત્ની રેશ્મા પટેલ વિરૂદ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે વાત કરતા પીએસઆઈ એ.એસ. શુક્લએ જણાવ્યું હતું કે, બુધવારે જેમના વિરૂદ્ધમાં ફરિયાદ થઈ છે તે રેશ્મા પટેલને બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમની પાસેની હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કો-ઈન્સીડન્સ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં તેમણે તે યુવતીને જોઈ હતી. જોકે, તેણે આ અંગે કોઈ ધમકી આપી નથી. તેઓ વાતચીત કરતા હતા. જોકે, હાલમાં તપાસ ચાલી રહી છે. હજુ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા જોવાના-ચકાસવાના બાકી છે. એ પછી તેમને નોટિસ આપીને પુન: બોલાવવામાં આવશે. બીજી તરફ સમગ્ર ઘટના સંદર્ભે બુધવારે પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી અને તેમના સ્ત્રી મિત્ર રિદ્ધિ પરમારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓએ ફોનનો પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા સંતરામ આઈસ્ક્રીમ પાર્લર પાસે આઈસ્ક્રીમ લેવા ગયેલી રિદ્ધિ પરમાર અને રેશ્મા પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી રેશ્મા પટેલે રિદ્ધિને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ બંગડીઓ પહેરવી જોઈએ: રેશ્મા આણંદ શહેરના પોલીસ સ્ટેશને આવી પહોંચેલા રેશ્મા પટેલે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી ઘટના છે કે જેમાં મારા પતિની પ્રેયસીએ તેની પત્ની પર ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસને શરમ આવવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ બંગડીઓ પહેરવી જોઈએ કે આવુ કૃત્ય કરનારા ભરતસિંહને સસ્પેન્ડ કરાયા નથી. એના કરતા તો લાલુની પાર્ટી સારી કહેવાય કે તેના પુત્રની ઘટના પ્રકાશમાં આવતા જ પાર્ટીમાંથી બેદખલ કરવામાં આવ્યો છે.

Advertisement