Advertisement

પોલીસે તૈયાર કરી ગુજરાતના ગુનેગારોની યાદી

ગુજરાત રાજ્યમાં 100 કલાકમાં અસામાજિક તત્ત્વોને સીધા દોર કરવાનું અભિયાન હવે વેગવંતું બની રહ્યું છે, નવસારી જિલ્લાના 132 જેટલા અલગ અલગ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને LCB કચેરી ખાતે ભેગા કરી જિલ્લા પોલીસવડા દ્વારા શાનમાં સમજાવવામાં આવ્યા હતા. જેમાં ગુનેગારો જો ન સુધરે તો તેમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ પુરુષ આરોપીઓને કાન પકડાવી ઊઠકબેઠક કરાવી અને મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી.

'કાં ગુનેગારી છોડો કાં ગુજરાત છોડો' દારૂ જુગાર મારામારી ખંડણી વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડાયેલા 132 જેટલા મહિલા પુરુષ આરોપીઓ કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે, તેવા તમામને નવસારી LCB કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા હતા સાથે જિલ્લા પોલીસવાળા સુશીલ અગ્રવાલ દ્વારા કા ગુનેગારી છોડો કા ગુજરાત છોડો જેવું સૂત્ર તેમના જીવનમાં અપનાવા હાકલ કરી છે, રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી છે, આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલાં લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement