Advertisement

પેટલાદ સીટી સર્વે કચેરીમાં કલેક્ટરની અચાનક મુલાકાત

પેટલાદ સીટી સર્વે કચેરીમાં કલેક્ટરની અચાનક મુલાકાત

પેટલાદ ખાતેની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી.ત્યારે મુલાકાત દરમિયાન કલેક્ટરે મેન્ટેનન્સ સર્વેયરની કામગીરીની ઓન લાઈન સોફ્ટવેરમાં સ્વયં ચકાસણી કરી નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત અરજદારોની અરજીઓનો ત્વરિત નિકાલ કરવા પણ જરૂરી સૂચનાઓ આપી હતી.

પ્રાપ્ત વિગત મુજબ આણંદ જીલ્લા કલેક્ટર પ્રવિણકુમાર ચૌધરીએ સરકારી ઓફીસમાં આકસ્મિક મુલાકાતનો દોર યથાવત રાખ્યો છે.ત્યારે પેટલાદ સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત દરમિયાન કચેરીના આવક રજીસ્ટર, મેન્ટેનન્સ સર્વેયરની બારનીશીની ચકાસણી કરી હતી અને બાકી ફેરફાર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવ્યુ હતું.તેમજ કચેરીની સ્વચ્છતા બાબતે પણ ચકાસણી કરી હતી અને કચેરી ખાતે આવતા અરજદારોને નિયમો અનુસાર યોગ્ય પ્રત્યુતર પાઠવવા અને અરજદારો દ્વારા કચેરી ખાતે આપવામાં આવતી અરજીઓનો સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ થાય તે જોવા જણાવ્યું હતું.આ સમયે પેટલાદના પ્રાંત અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement