Advertisement

પેટલાદ-બોરસદના 15 મુખ્ય માર્ગોનું નવિનીકરણ, 10.41 કરોડની ફાળવણી

પેટલાદ-બોરસદના 15 મુખ્ય માર્ગોનું નવિનીકરણ, 10.41 કરોડની ફાળવણી

પેટલાદ-બોરસદના 15 મુખ્ય માર્ગોનું નવિનીકરણ, 10.41 કરોડની ફાળવણી

આણંદ જિલ્લાના પેટલાદ અને બોરસદ વિધાનસભામા ગ્રામ્ય વિસ્તારને જોડતાં મુખ્ય માર્ગો ચોમાસામા ધોવાય જતાં બિસ્માર હાલતમા ફેરવાય ગયા હતા. જે બાબતે પેટલાદના ધારાસભ્યએ મુખ્ય મંત્રી અને માર્ગ મકાન વિભાગના મંત્રીને લેખીતમા રજુઆત કરી હતી. જેથી માર્ગ મકાન વિભાગ 15થી વધુ માર્ગો માટે રૂ. 10.41 કરોડની રકમ પેટલાદ વિધાનસભા અને બોરસદ તાલુકાના રસ્તા માટે તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. જેથી આગામી સમયમા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ચોમાસા પેલા માર્ગો બનાવી દેવામા આવશે. તેમ માર્ગ મકાન વિભાગે જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ અને બોરસદ વિધાનસભામા રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયેલા રસ્તાઓમાં મોરડ ગામના મહુડીયાપુરા વિસ્તારની કોમેડી નહેર પાસે નો રસ્તો, રામોલ મિત્રાલ રોડ, બોચાસણ સુભાષ પોળથી રબારી વાસ સુધીનો રોડ, સંજય આ ગામે ગુલી તલાવડીથી ટેમલી પૂરા પ્રાથમિક શાળાને જોડતો રોડ, બોરીયા ગામે બોરીયા- નાપા રોડ થી વેચાણ વાળી નડીને જોડતો રસ્તો, સિંહોલ ગામે અંબાજી માતાના મંદિર થી મંકોડીયા રાજ્યા નહેર વાળો રોક, બામરોલી ગામે નવા કુવા વિસ્તાર, પોરડા અરડી રોડથી ચીખોદરીયાપુરાને જોડતો ખૂટતી કડીનો રસ્તો, કાવીઠા થી ધોબીકૂઈને જોડતો રસ્તો, સિંગલાવ વાંટા તલાવડીથી મહિડા વિસ્તાર રોડ, દાવલપુરા- ખોડિયાર માતાથી કુઈ વિસ્તાર જોડતો રસ્તો, પેટલાદ શેખડી દવલપુરા રોડથી કાજીપુરા ડેરી થઈ નાગોર તલાવડી ને જોડતો રસ્તો, સુંદરણા 66 કેવી સબ સ્ટેશનથી વાલ્મિકી પ્રાથમિક શાળાને જોડતો રસ્તો, રવિપુરા મુખ્ય રોડ થી ચાવડામાતા થઈ પ્રાથમિક વર્ગ વાળા વિસ્તારને જોડતો રસ્તો અને ડભાસી રતનપુર તળાવથી વહેરા ઢબૂચી તળાવ ખૂટતી કડી અન્ય રસ્તાઓના સમાવેશ થાય છે. રસ્તાઓની મંજૂરી મળતો હવે આ વિસ્તારના રહીશોને ખૂબ જ ફાયદો થાય તેવું જાણવા મળી રહ્યું છે.

Advertisement