Advertisement

પેટલાદમાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

પેટલાદમાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

પેટલાદ ખાતે ચૌદ ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટ સંચાલિત સ્વામી સચિદાનંદ વિદ્યા સંકુલની વેસ્ટર્ન ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં 77મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દીપ હોસ્પિટલના ડૉ. પાર્થ પુરોહિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું.


આ રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં મુક્તિ એન્ટરપ્રાઇઝ જેસરવાના હિમાંશુ શ્યામલદાસ પટેલ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સમાજના પ્રમુખ ખોદભાઈ એસ. પટેલ, મંત્રી નગીનભાઈ કે. પટેલ, શાળા સંચાલક મંડળના હોદ્દેદારો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી.


કાર્યક્રમની શરૂઆત એસ્કોર્ટિંગ દ્વારા થઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત, ઝંડા ગીત અને રાષ્ટ્રીય ગાન સાથે ભારતની એકતાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી.


શાળાના NCC કેડેટ્સ દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી, જ્યારે બાળકોએ ભાવવાહી ભાષણો આપી દેશપ્રેમ જગાડ્યો હતો. યોગા પ્રદર્શન અને કરાટે ડેમો દ્વારા શારીરિક કૌશલ્યનું પ્રદર્શન થયું હતું.


આ ઉપરાંત, સોલો ડાન્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગ ભરવામાં આવ્યો હતો. આ તમામ પ્રસ્તુતિઓ ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયી અને મનોરંજક રહી હતી.


ચૌદ ગામ કેળવણી મંડળના પ્રમુખ ખોદભાઈ એસ. પટેલના દેશભાવના સભર વક્તવ્યથી કાર્યક્રમ વધુ સમૃદ્ધ બન્યો હતો. ચૌદ ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્ય મિહિરભાઈ પટેલ અને મેઘનાબેન પટેલ તથા સમગ્ર TWEMS પરિવારે પ્રત્યેક ભારતીયને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.


Advertisement