Advertisement

પીએમ મોદી ગુજરાત આગમન પહેલા કમલમમાં મહત્વની બેઠક યોજાઈ

પીએમ મોદી ગુજરાત આગમન પહેલા કમલમમાં મહત્વની બેઠક યોજાઈ

પીએમ મોદી ગુજરાત આગમન પહેલા કમલમમાં મહત્વની બેઠક યોજાઈ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પહેલા ગાંધીનગર કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક સોમવારના મળનાર છે. બેઠક પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અધ્યક્ષ સ્થાને યોજાશે..

ધારાસભ્યો, સાંસદોને ઉપસ્થિત રહેવા નિર્દેશ

બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને પક્ષના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યુ છે કે, બેઠકમાં આગામી આયોજનો સાથે સાથે આગામી ચૂંટણીની તૈયારી, વિધાનસભાની કામગીરીની સમીક્ષા અને સંગઠનના વધારા અંગે ચર્ચા થશે.

પીએમ મોદીનો જન્મ દિવસની ઉજવણી અંગે થશે આયોજન

વિશેષ નોંધપાત્ર છે કે પીએમ મોદીનો આ વર્ષે 75મો જન્મદિવસ છે. જે 17 સપ્ટેમ્બરે આવે છે. પીએમના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 75માં જન્મ દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવશે.

Advertisement