નાયબ મુખ્યમંત્રીએ આણંદ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી
આણંદ ખાતે પધારેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આણંદ ખાતે અક્ષરફાર્મમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણ સંસ્થાના ભગવતચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રીશ્રીને આવકારી આશિર્વચન આપ્યા હતા.
આ સમયે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા, આણંદના સાંસદ મિતેશ પટેલ, વડોદરાના સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશ પટેલ, વિપુલ પટેલ, ચિરાગ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, પ્રદેશ મંત્રી નીરવ અમીન ઉપસ્થિત રહ્યા હતા સર્વનું ભગવતચરણ સ્વામીએ સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા