Advertisement

નહેરૂબાગ–ઓમકારેશ્વર બાગમાં કલેક્ટરની આકસ્મિક મુલાકાત

નહેરૂબાગ–ઓમકારેશ્વર બાગમાં કલેક્ટરની આકસ્મિક મુલાકાત

આણંદ શહેરમાં બાગબગીચાના જાળવણીના અભાવે શહેરીજનોને વિદ્યાનગર બાગમાં ફરવા જવાની ફરજ પડે છે.ત્યારે ફરિયાદોને પગલે આણંદ જિલ્લા કલેક્ટરે આજે વહેલી સવારે નહેરૂબાગ ઓમકારેશ્વર બાગ સહિત પ્રમુખ સ્વામી બાગની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ સમયે કલેક્ટરે બાગમાં પીવાના પાણની ટાંકી સહિત જુદી જુદી પડતર સમસ્યાઓ સંદર્ભેની સ્થળ પર નગરજનોને પુછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. જેના પગલે આણંદ મનપા બાગ બગીચાના સત્તાધિશોએ દોડધામ કરી મુકી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લા કલેક્ટરે દિન પ્રતિદિન ફરિયાદોને પગલે આકસ્મિક મુલાકાત લેવાનો દોર યથાવત રાખ્યો છે.ત્યારે આણંદ શહેરના નહેરૂબાગમાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો ચોરાઇ ગઇ તેમજ બંધ હાલતમાં જોવા મળતી તેમજ રમતગમતના સાધનો અંગે પુછપરછ કરી હતી. તેમજ બગીચામાં લાઇટો વહેલી બંધ કરી દેવામાં આવતી હોવાની ફરિયાદ સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ ઓમકારેશ્વર બાગ મુલાકાત લેતા વોકીંગમાં આવેલા લોકોએ સ્ટ્રીટ લાઇટ સહિત પાણી વગેરે બાબતેની રજૂઆત કરી હતી,બીજી તરફ આણંદ જિલ્લા કલેક્ટરને આણંદ શહેરના બાગની મુલાકાત લેતા મનપા બાગ બગીચાની પોલ ખુલ્લી પડી ગઇ છે.આણંદજિલ્લા કલેકટરે શહેરના બાગ બગીચામાં સાફસફાઇ સહિત નવીનીકરણ કામગીરીઓ વહેલીતકે પૂર્ણ કરવા સહિત જરૂરી સુચનાઓ આપવામાં આવતાં મનપા તંત્રમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Advertisement