Advertisement

નવો રોડ, જૂની સમસ્યા: એક વર્ષમાં તૂટી પડ્યો કરમસદ-વિદ્યાનગર માર્ગ

નવો રોડ, જૂની સમસ્યા: એક વર્ષમાં તૂટી પડ્યો કરમસદ-વિદ્યાનગર માર્ગ

નવો રોડ, જૂની સમસ્યા: એક વર્ષમાં તૂટી પડ્યો કરમસદ-વિદ્યાનગર માર્ગ

આણંદમાં કરમસદ વિદ્યાનગર રોડ પર નલ સે જલ અંતર્ગત એક વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ માર્ગ તોડી નાંખવામાં આવ્યો છે.ત્યારે ખોદકામના પગલે 10 થી વધુ સોસાયટીઓના રહીશો હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.જો કે ચોમાસુ સિઝન પહેલા પેચવર્ક સહિતની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ મનપા તંત્ર દ્વારા કરમસદ વિસ્તારમાં નલ સે જલ અંતર્ગત પાણીની પાઇપ લાઇનો નાંખવામાં આવી રહી છે.ત્યારે આડેધડ ખોદકામના પગલે પાણીની પાઇપ લાઇનો તુટી જતાં રહીશોને હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.

કેટલીક વખત માર્ગ પર ખોદકામના પગલે વાહનચાલકો અવરજવર નહીં કરી શકતાં અન્ય માર્ગ પર થઇને અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ચોમાસુ સિઝન પહેલા માર્ગોની સહિત કામગીરી પૂર્ણ કરવાની જિલ્લા કલેક્ટર ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજીતરફ નલ સે જલ પ્રોજેક્ટ અંતર્ગત ખોદકામ સમયે આણંદ મનપા વોટર વર્કસ વિભાગને જાણ કર્યા વગર ખોદકામ હાથ ધરાતા કર્મચારીઓ માટે પણ માથાના દુખાવા સમાન સમસ્યા સાબિત થઈ રહી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.

Advertisement