Advertisement

નવી શિક્ષણ નીતિ હેઠળ ધો. 11-12માં મોટો ફેરફાર, AI બનશે નવો વિષય

નવી શિક્ષણ નીતિ હેઠળ ધો. 11-12માં મોટો ફેરફાર, AI બનશે નવો વિષય

એઆઈનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ઉચ્ચ શિક્ષણમાં ઈજનેરી-સાયન્સમાં વિદ્યાર્થીઓને એઆઈ અલગથી કોર્સ તરીકે ભણાવાવામા આવી રહ્યો છે પરંતુ સ્કૂલ લેવલે પણ વિદ્યાર્થીઓને એઆઈની સમજ આપવાની જરૂર છે. સ્કૂલ લેવલે એનઈપી કરિક્યુલમ ફ્રેમવર્ક-2023નો અમલ કરવાનું શરૂ કરવામા આવી રહ્યું છે ત્યારે એનસીઈઆરટી દ્વારા સૌપ્રથમ ધો. 11-12માં એઆઈને એક અલગ વિષય તરીકે અન્ય વિષયોના બાસ્કેટ સાથે આપવાનું નક્કી કરાયુ છે.

એઆઈનો આખો અભ્યાસક્રમ જ તૈયાર કરવા માટે એક કમિટી પણ રચાઈ છે. એનઈપી મુજબ નવા ઈમર્જિંગ સબ્જેકટ-ટેકનોલોજીને અભ્યાસક્રમમાં ઈન્ટિગ્રેટેડ કરવાની જોગવાઈને અનુરૂપ ધો. 9થી 12ના પુસ્તકો પણ એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાશે.

નવું કરિક્યુલમ ફ્રેમવર્ક

એનસીઈઆરટી પાસેથી મળતી માહિતી મુજબ હાલ એનઈપી મુજબના નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક મુજબના પુસ્તકો તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં 2026-27થી પ્રથમ તબક્કામાં ધો. 9 અને ધો. 11 માટેના નવા પુસ્તકો આવશે. જ્યારે 2027-28થી ધો. 10 અને ધો. 12 માટેના નવા પુસ્તકો આવશે. જેમાં એનઈપી મુજબના કેટલાક નવા ચેપ્ટર્સ અને નવા વિષયો સાથે નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.

આગામી 1-2 વર્ષમાં ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં AI એક વિષય તરીકે ભણાવાશે

આ ઉપરાંત એનસીઈઆરટી દ્વારા AI(આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી)ને સ્કૂલ લેવલે દાખલ કરવા માટે એક કમિટીની પણ રચના કરવામા આવી છે. આ કમિટી દ્વારા એઆઈ મુજબનો આખો સબ્જેક્ટ સિલેબસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આગામી એકથીબે વર્ષમાં ધો. 11-12માં તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એઆઈ એક સબ્જેક્ટ તરીકે ભણાવાશે. જેમાં અલગથી એક વિષય જ હશે અને અલગથી એક બુક રહેશે. આ એઆઈ સબ્જેક્ટનું નામ ફાઉન્ડેશન એન્ડ મેથડ્‌સ ઓફ એઆઈ રહેશે. 

રાષ્ટ્રીય સ્તરે NEP મુજબ ફેરફારો શરૂ, જ્યારે રાજ્ય કક્ષાએ પ્રક્રિયા હજુ બાકી

પ્રાથમિક તબક્કે તો ધો. 11-12ના વિદ્યાર્થીઓને જ એઆઈ વિષય-ટેકનોલોજીથી વાકેફ કરાવવામા આવશે અને ત્યારબાદ તબક્કાવાર જરૂર પડે ધો. 9-12 અને ત્યારબાદ પ્રાયમરી માત્ર સપ્લીમેન્ટરી શીટ તરીકે વિદ્યાર્થીઓને પ્રાથમિક સમજણ માટે જ અપાશે. જ્યારે બીજી બાજુ ગુજરાત બોર્ડની હેઠળની સ્કૂલોમાં ચાલતા જીસીઈઆરટીના મુજબના ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળોના પુસ્તકોમાં હજુ સુધી એનઈપી મુજબના નવા કરિક્યુલમ ફ્રેમવર્કનો અમલ થયો નથી. 

ધોરણ 6 થી 12 માટેના નવા અભ્યાસક્રમનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં જાહેર કરાશે

એનઈપીની જોગવાઈ પ્રમાણે ગુજરાતમાં સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક પણ તૈયાર કરવામા આવ્યુ છે અને જેની કમિટી દ્વારા ધો. 9થી 12 અને ધો. 6થી 8 માટેના નવા અભ્યાક્રમો તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેનો ડ્રાફ્‌ટ સૌપ્રથમ જાહેર કરાશે. જો કે હાલ તો ધો. 9થી 12માં ગણિત, વિજ્ઞાન અને સાયન્સના પુસ્તકો તથા ધો. 1થી 8માં સાયન્સ, ગણિત અને પર્યવારણના પુસ્તકો એનઈસીઈઆરટીના તથા અંગ્રેજી-હિન્દી એમ ભાષાના પુસ્તકો એનસીઈઆરટીના લાગુ કરવામાં આવ્યા છે.

Advertisement