Advertisement

નરેન્દ્ર મોદીનાં વિવિધ મુદ્રા ધરાવતા 75 ચિત્રો અને કવિતાઓ સાથે 75 ફુટ લાંબુ કેન્વાસ ચિત્ર તૈયાર કરાયું

નરેન્દ્ર મોદીનાં વિવિધ મુદ્રા ધરાવતા 75 ચિત્રો અને કવિતાઓ સાથે 75 ફુટ લાંબુ કેન્વાસ ચિત્ર તૈયાર કરાયું

નરેન્દ્ર મોદીનાં વિવિધ મુદ્રા ધરાવતા 75 ચિત્રો અને કવિતાઓ સાથે 75 ફુટ લાંબુ કેન્વાસ ચિત્ર તૈયાર કરાયું

આગામી 17મી સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે આણંદની કવિયત્રી અને ચિત્રકાર બે બહેનોની જોડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75 જેટલા ચિત્રો 75 કવિતાઓને 75 ફુટ લાંબા અને 75 ઈંચ પહોળા કેન્વાસ વોલ પર નિર્માણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની અનોખી ભેટ આપી છે, થોડા દિવસોમાં આ વિશાળ ચિત્રનું પ્રદર્શન પણ યોજાનાર હોવાનું જાણવા મળ્યું છે.

આણંદ શહેરમાં રહેતા રાધા ભોઈ કે જેઓ વ્યવસાયે નોટરી એડવોકેટ છે,અને સાથે સાથે એક સારા કવિયત્રી પણ છે,જયારે નાની બહેન રંજન ભોઈ વલ્લભવિદ્યાનગરની ઈન્દુભાઈ ઈપ્કોવાલા ફાઈન આર્ટસ કોલેજમાં અધ્યાપિકા છે,અને એક સારા ચિત્રકાર છે.

આ બન્ને બહેનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં 75માં જન્મ દિવસને લઈને એક અનોખુ કેન્વાસ ચિત્ર તૈયાર કર્યું છે,જેમાં રાધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને તેઓનો સંધર્ષ અને સફળતાનાં સાપેક્ષમાં 75 જેટલી કવિતાઓનું સર્જન કર્યું છે,જયારે રંજનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિવિધ મુખમુદ્રાઓ ધરાવતા 75 ચિત્રો તૈયાર કર્યા છે,અને આ 75 ચિત્રો અને 75 કવિતાઓને રાધા અને રંજનએ ભેગા મળીને 75 ફુટ લાંબા અને 75 ઈંચ પહોળા વિશાળ કેન્વાસ પર તૈયાર કર્યા છે.

Advertisement